Author: GujjuKing
એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ઘણીવાર તેના સોશિય મીડિયા પર તેના પતિ અને દીકરી સાથેના હળવા મૂડમાં કે વેકેશ એન્જોય કરતાં ફોટો ને વિડીયો શેર કરતી હોય છે. આ પહેલા પણ પ્રિયંકાએ નિક સાથે રોમેન્ટિક મોમેન્ટ્સના વિડીયો શેર કર્યા છે ત્યારે તેણે ફરી એક ક્યૂટ વિડીયો શેર કર્યો છે જેમાં તે નિક સાથે રોમાન્સ કરતી નજરે પડે છે. આ વિડીયો પ્રિયંકાએ જાતે શૂટ કર્યો છે. પતિ નિક સાથે રોમેન્ટિક અંદાજમાં પ્રિયંકા પ્રિયંકા પોતે આ ક્લિપ શૂટ કરી રહી છે જેમાં તે નિકના ખભા પર માથું રાખીને ઊભી છે અને નિકને જોઈ હસવા લાગે લાગે છે. બંને આ વિડીયોમાં ઘણા ક્યૂટ લાગી રહ્યા…
વધુ એક બ્રિજ ધરાશાયી: જે રહી ચૂક્યો છે આઝાદીની લડતનો સાક્ષી, ગંગામાં પુલ ગરકાવ, જુઓ Video…
કાનપુરમાં 150 વર્ષથી વધુ જૂનો ગંગા નદી પરના પુલનો એક ભાગ આજે સવારે ધરાશાયી થઈ ગયો. આઝાદીની લડતનો સાક્ષી રહેલો આ પુલ એક સમયે કાનપુરને લખનૌ સાથે જોડાવાનું કામ કરતો હતો. જો કે ચાર વર્ષ પહેલા જ આ પુલને કાનપુર વહીવટી તંત્રે અવરજવર માટે બંધ કરી દીધો હતો. ગંગા પુલનું ઐતિહાસિક મહત્ત્વ છે, એટલા માટે મહાનગરપાલિકા તેની જાળવણી કરી રહ્યું હતું. આ પુલને હેરિટેજ તરીકે દર્શાવવા માટે તેના બ્યુટીફિકેશનમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ મંગળવારે પુલનો એક ભાગ (લગભગ 80 ફૂટ) તૂટીને ગંગાના પાણીમાં સમાઈ ગયો. આ ગંગા પુલની ખાસિયત હતી કે તેના ઉપરથી વાહનો ચાલતા હતા અને…
એક્ટ્રેસ સોનાક્ષી સિંહા અને તેના બોયફ્રેન્ડ જહીર ઇકબાલના લગ્નને 5 મહિના થઈ ગયા છે પરંતુ બંને હજુ સુધી હનીમૂન એન્જોય કરી રહ્યા છે. 5 મહિનામાં 4 વખત હનીમૂન પર બંને ગયા છે ત્યારે છેલ્લા વેકેશનના એક વિડીયોમાં સોનાક્ષી અને જહીર વચ્ચે ઝગડો થતાં સોનાક્ષીએ તેને ગુસ્સામાં લાફો મારતો વિડીયો જોઈને તેના ફેન્સને આંચકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો સોનાક્ષી અને જહીર હાલ તેમના લગ્નના પાંચ મહિનાને સેલિબ્રેટ કરવા માટે ચોથા હનીમૂન પર ફ્લોરેન્સ ગયા હતા. સોનાક્ષી અને જહીર બંને પોતાના મસ્તી મજાકવાળા અંદાઝને લીધે જાણીતા છે. ઘણી વાર બંનેના એકબીજા સાથે પ્રેન્ક કરતાં કે પછી સ્વીટ મોમેન્ટ્સ…
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. અત્યાર સુધી મુખ્યમંત્રી રહેલા એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ હશે અને પહેલાની જેમ અજિત પવાર પણ ડેપ્યુટી સીએમ રહેશે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે સોમવારે ભાજપ હાઈકમાન્ડે ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે. ભાજપના ટોચના સૂત્રોનું કહેવું છે કે એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી પણ આ માટે સહમત છે. ભાજપના એક નેતાએ કહ્યું કે ટોચના નેતૃત્વએ ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ NCP અને શિવ શિવસેનાને મોકલવામાં આવ્યો છે, જેના પર તેઓ સંમત થયા છે. ફડણવીસ બીજી વાર બનશે સીએમ 2014માં, ફડણવીસ સીએમ બન્યા અને પાંચ વર્ષની મુદત પૂરી કરી…
એ દિવસ એવું માનવામાં આવે છે કે જો તમે શિવલિંગની પૂજા કરો તો તમારા દરેક કાર્ય પૂર્ણ થઇ જતા હોય છે. કોઇ પણ વ્યક્તિ સોમવારે શ્રદ્ધા અને નિષ્ઠાથી શિવલિંગની પૂજા કરે છે, તો તે દરેક પ્રકારના વિઘ્નોથી મુક્ત થાય છે અને ભગવાન શિવની કૃપા તેમના ઉપર રહેતી હોય છે. શિવલિંગની પૂજા અને સોમવારના વ્રતનો ઉદભવ સોમવારના વ્રતનો વિશેષ ઉલ્લેખ સનાતન શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે આ વ્રત માતા પાર્વતીએ ભગવાન શિવને પોતાનો પતિ બનાવવાના માટે રાખ્યું હતું. માન્યતા એવી છે કે માતા પાર્વતીના એ સોમવારના વ્રતથી ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. તેથી, આ દિવસનું…
વર્ષ 2025 માં શનિ ગોચર થશે. અત્યારે શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે. તેના કારણે કેટલીક રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે. 1. શનિ ગોચર જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર જ્યારે શનિ કોઈના પર પ્રસન્ન થાય છે ત્યારે તેને રાજા બનાવે છે, ભાગ્ય ખૂલી જાય છે. પરંતુ જો શનિ નારાજ થાય તો તેને જીવનમાં ઘણી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. 2. જ્યોતિષ શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે શનિ મીન રાશિમાં જશે ત્યારે તે ચાંદીના પાયા ધારણ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ…
જેમ દરેક નામ અનુસાર રાશિચક્ર હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા અનુસાર સંખ્યાઓ હોય છે. જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. 1. મૂલાંક-1 આ મૂલાંકના લોકો માટે સારો સમય છે. નંબર વન વાળા લોકો માટે આ સપ્તાહ સારા સમાચાર લઈને આવશે. તમને પ્રોફેશનલ રીતે ઘણી તકો મળશે. નાણાકીય દૃષ્ટિએ તમારા માટે આવકના નવા સ્ત્રોત ઊભા થઈ રહ્યા છે. એકંદરે તમારો દિવસ સારો છે. 2. મૂલાંક-2 આ મૂલાંકના તેમના માટે સમય સાનુકૂળ છે. મૂલાંક નંબર 2 વાળા લોકોનો સ્વામી ચંદ્ર છે, તેથી આ મૂલાંકના લોકોને સફેદ વસ્તુઓનું દાન કરવું શુભ રહેશે. માનસિક તણાવથી…
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો ચોથો દિવસ છે. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીની સદીના આધારે 6 વિકેટે 487 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 534 રનનો વિશાળ સ્કોર છે. દિવસની રમતના અંત સુધીમાં યજમાન ટીમે માત્ર 12 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાને આગામી બે દિવસની રમતમાં મેચ બચાવવા માટે ચમત્કારની જરૂર છે. ઓસ્ટ્રેલિયાને મુશ્કેલી-નિવારણ જોડી પર આશા એવું લાગતું નથી કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પર્થ ટેસ્ટના ચોથા દિવસે મુશ્કેલ હારને ટાળવામાં સફળ થશે. ટીમ આવતાની સાથે જ પહેલો ફટકો ઉસ્માન ખ્વાજાના રૂપમાં લાગ્યો હતો.…
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટેનું 2 દિવસીય મેગા ઓક્શન ઇવેન્ટ ગઇકાલથી સાઉદી અરેબિયામાં યોજાઇ રહી છે, ત્યારે પહેલા દિવસે એટલે કે 24 નવેમ્બરે તમામ 10 ટીમોએ કુલ 467.95 કરોડ રૂપિયા ખર્ચ કરીને કુલ 72 પ્લેયર્સ ખરીદ્યા છે, ત્યારે આજે બીજા અને છેલ્લા દિવસે પણ ઓક્શન ચાલુ રહેશે. આજે, બીજા દિવસે કુલ 132 પ્લેયર્સનું ઓક્શન થશે જેણે ખરીદવા માટે તમામ 10 ટીમો પાસે કુલ 173.55 કરોડ રૂપિયા છે. જેમાં મોટા પ્લેયર્સની બોલી બોલાશે. ગઇકાલે પહેલા દિવસે 3 પ્લેયર્સ પર એટલા રૂપિયા વરસ્યા કે IPLના તમામ રેકોર્ડ તૂટી ગયા. આ 3 પ્લેયર્સ જેમણે રેકોર્ડ તોડયા તેમ વિકેટ કીપર રિષભ પંત, મિડલ ઓર્ડર…
અભિનેતામાંથી રાજકારણી બનેલા એજાઝ ખાન તેના 5.6 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સને વોટમાં કન્વર્ટ કરવામાં નિષ્ફળ જતાં સોશિયલ મીડિયા- ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો કરીને પોતાની નિરાશાજંક હાર પર પ્રતિક્રિયા આપી છે. તેમને ચૂંટણીમાં માત્ર 155 વૉટ જ મળ્યા છે તે માટે તેણે તેની હાર માટે EVMને જવાબદાર ગણાવ્યું છે. તેણે કહ્યું, ‘બધી EVMની રમત છે. જે લોકો વર્ષોથી ચૂંટણી લડે છે અને રાજકારણમાં છે તેવા જાણીતા ઉમેદવારો પણ ઓછા વૉટ મેળવીને હારી રહ્યા છે. હું એક સામાજિક કાર્યકર છું જે લોકોનો અવાજ બનવાનો પ્રયત્ન કરું છું અને કરતો રહીશ.” તેના આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ આવી છે. એજાઝે હાર માટે…