એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ઘણીવાર તેના સોશિય મીડિયા પર તેના પતિ અને દીકરી સાથેના હળવા મૂડમાં કે વેકેશ એન્જોય કરતાં ફોટો ને વિડીયો શેર કરતી હોય છે. આ પહેલા પણ પ્રિયંકાએ નિક સાથે રોમેન્ટિક મોમેન્ટ્સના વિડીયો શેર કર્યા છે ત્યારે તેણે ફરી એક ક્યૂટ વિડીયો શેર કર્યો છે જેમાં તે નિક સાથે રોમાન્સ કરતી નજરે પડે છે. આ વિડીયો પ્રિયંકાએ જાતે શૂટ કર્યો છે.
પતિ નિક સાથે રોમેન્ટિક અંદાજમાં પ્રિયંકા
પ્રિયંકા પોતે આ ક્લિપ શૂટ કરી રહી છે જેમાં તે નિકના ખભા પર માથું રાખીને ઊભી છે અને નિકને જોઈ હસવા લાગે લાગે છે. બંને આ વિડીયોમાં ઘણા ક્યૂટ લાગી રહ્યા છે. પ્રિયંકા અને નિકે કેપ પહેરી છે. હાઈનેક સાથે ઓવરકોટ અને ચશ્મામાં મેકઅપ વગર તે એકદમ સિમ્પલ લૂકમાં સુંદર લાગી રહી છે.
બીજા વિડીયોમાં દીકરી સાથે પ્રિયંકા
બીજા એક ફોટોમાં નિક અને માલતી સાથે નજર આવે છે. બંને બાપ-દિકરી લાકડી સાથે રમી રહ્યા છે. માલતીએ બ્લેક જેકેટ, વ્હાઇટ પેન્ટ અને બ્લેક કેપ પહેરી છે. પ્રિયંકા છેલ્લા થોડા સમયથી તેની દીકરીના ચહેરાને છુપાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે તો આ ફોટોમાં પણ માલતીનો ચેહરો નથી દેખાઈ રહ્યો. પણ પ્રિયંકાનું આ ફેમિલી આઉટિંગ એકદમ આરામદાયક છે અને તેઓ કોઈ પાર્કમાં હોય તેવું લાગી રહ્યું છે.
પ્રિયંકાના આગામી પ્રોજેક્ટ
પ્રિયંકા આજકાલ રુસો બ્રધર્સની સીટાડેલના બીજા સિઝનનું શૂટ કરી રહી છે તો સાથે તે હેડ્સ ઓફ સ્ટેટમાં પણ જોવા મળશે. આ ઉપરાંત એક્ટ્રેસ ધ બલફ ફિલ્મમાં પણ નજરે આવશે, આ ફિલ્મના શૂટિંગમાં તે માલતીને તેની જોડે લઈ ગઈ હતી.