Author: Heet Bhanderi
જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ગુગલધર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનમાં સેનાએ આતંકીઓ પાસેથી હથિયારો અને અન્ય યુદ્ધ સંબંધિત સામગ્રી જપ્ત કરી છે. સેનાના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ અંગે માહિતી શેર કરવામાં આવી છે. વાસ્તવમાં સુરક્ષા દળોને ગુગલધર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતાં જ ઓપરેશન શરૂ થયું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો હતો. આ પછી આતંકવાદીઓ અને સુરક્ષા…
અમદાવાદમાં મણીનગર રેલવે ફાટક પાસે રેલવે કર્મચારીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતુ. સવારના સુમારે 7 વાગ્યાની આસપાસ મણિનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન સામે રેલવે એન્જિનિયરે પડતું મૂક્યું હતું. મળતી માહિતી અનુસાર 54 વર્ષિય અશ્વિન રાઠોડ રેલવેમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. અને મણિનગરમાં CNI ચર્ચની સામે આવેલી રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. અશ્વિનભાઈ ગુરુવારે બપોરે 3 થી રાતના 11 વાગ્યા સુધી ફરજ બજાવી હતી. શુક્રવારે તેમની રજા હોવાથી ઘરે જ હતા. ત્યારે આજરોજ સવારના 7 વાગ્યાના મણિનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન નીચે સુઈ આપધાત કર્યો હતો. ત્યારે આ દરમિયાન ઉપસ્થિત લોકો પણ હચમચી ગયા હતા. https://twitter.com/Barot351991/status/1842428891589235114?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1842428891589235114%7Ctwgr%5E3f4ec895101393f01bea2ea81fb5caf60f737968%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fa-railway-employee-committed-suicide-near-the-maninagar-railway-gate-in-ahmedabad…
ફિલિપાઈન્સ બાદ ચક્રવાતી તોફાન ક્રેથોને દક્ષિણ તાઈવાનમાં પણ ભારે તબાહી મચાવી છે. હવે નેશનલ હરિકેન સેન્ટરે આગાહી કરી છે કે વાવાઝોડું ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધશે. શુક્રવારે રાજધાની તાઈપેઈ પહોંચતા પહેલા તે નબળું પડી ગયું હતું, પરંતુ હજુ પણ કેટેગરી 4 ટાયફૂન છે. ઉત્તરી તાઇવાન પછી, વાવાઝોડું સ્ટ્રેટમાંથી ચીનના દરિયાકાંઠા તરફ આગળ વધવાની ધારણા હતી. https://twitter.com/EarthUncutTV/status/1841780598207381642?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1841780598207381642%7Ctwgr%5Ee8faf626a477e0b84e1a906d035d38a7a9a23335%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2F162-speed-5-feet-high-waves-see-how-typhoon-kathron-devastates-shocking-scenes-in-videos કેન્દ્રીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ક્રેથોનની અસરને કારણે દરિયામાં 5 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. 126 કિલોમીટર પ્રતિ કલાક (78 માઇલ પ્રતિ કલાક) ની મહત્તમ ઝડપ સાથેનો નિયમિત પવન અને 162 કિલોમીટર પ્રતિ કલાક (101 માઇલ પ્રતિ કલાક) સુધીના પવનો દરિયાકાંઠાના વિસ્તારોમાં…
જંગલના રાજા કહેવાતા સિંહના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા વાયરલ થતાં રહે છે અને લોકોને આ વિડીયો જોવાની મજા પણ ઘણી આવે છે. એવામાં વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સિંહ જીપના બોનેટ પર ઉભો રહેલો જોવા મળે છે અને જીપમાં જંગલની સવારી કરી રહ્યો છે. વાઇલ્ડ લાઇફ પ્રેમીઓને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વિડિયોમાં જોવા મળે છે કે જંગલ સફારીમાં બે સિંહ એક જીપ પર સવાર થઈને જંગલમાં ફરી રહ્યા છે. આ ફની વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે અને લોકો આ વિડિયોને શેર કરી રહ્યા છે અને ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. https://twitter.com/AMAZlNGNATURE/status/1840042057768767495?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1840042057768767495%7Ctwgr%5E8e872cd215baaacdfe33d5dc411c4f8f8fea11a6%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fviral-video-lion-riding-on-jeep–funny-video-goes-viral-on-social-media…
વર્ષ 2024 IPO માર્કેટ માટે શાનદાર સાબિત થઈ રહ્યો છે. મોટી કંપનીઓ સતત ઈન્વેસ્ટરોને કમાણી કરવી રહી છે અને હવે દેશના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO આવવા માટે તૈયાર છે. આશા છે કે દિવાળી પહેલા Hyundai Motors India 25000 કરોડ રૂપિયાના IPO ની જાહેરાત કરી શકે છે. 14 ઓક્ટોબરમાં લોન્ચ કરી શકે છે IPO જો તમે IPOમાં ઇન્વેસ્ટ કરતાં હોય તો તમારા માટે ઓક્ટોબર મહિનામાં એક ગોલ્ડન ચાન્સ મળવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર Hyundai પોતાનો 25000 કરોડનો IPO આ દિવાળી પહેલા 14 ઓક્ટોબરે લોન્ચ કરી શકે છે. દક્ષિણ કોરિયાની કંપની ભારતીય યુનિટ Hyundai Motors India Ltdનો આ IPO…
સોના-ચાંદી પ્રત્યેનો ભારતીયોનો પ્રેમ કોઈથી છુપો નથી, અને હવે વર્ષની એવી સિઝન આવી ગઇ છે જે સૌથી વધુ મહત્વની હોય છે. નવરાત્રિ, દશેરા, ધનતેરસ, દિવાળી, છઠના તહેવારો ખુશીઓ સાથે આવી રહ્યા છે, અને આ પછી ભારતમાં લગ્નના સિઝનનો સોનાનો સમય શરૂ થશે જેમાં લાખો લગ્નો માટે કરોડો રૂપિયાનું સોનુ ખરીદવામાં આવશે અને વેચવામાં આવશે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થવાના પૂરા અણસાર છે. તે ઉપરાંત ભારતમાં તહેવારોની સિઝન ચાલી રહી છે જેમાં સોનાની જોરદાર ખરીદી થાય છે. ખાસ કરીને માંગ વધવાના કારણે સોનાના બજારમાં તેજી જોવા મળશે. સોનાના ભાવ આ સમય દરમિયાન ઉછળી રહ્યા છે અને આ વર્ષના…
હવામાન આગાહી: હવે નવરાત્રીના 6 દિવસ બાકી, શું વરસાદ લાવશે વિઘ્ન કે પછી ખેલૈયાઓ મન મૂકીને રમી શકશે..?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અમુક જિલ્લાઓમા સુકુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને કરછ માટે આગામી સાત દિવસ સુકા રહેવાના છે. આ વિસ્તારોમા વરસાદની આગાહી નહીવત્ છે. જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના નથી. પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે. ગરમીનું પ્રમાણ વધી શકે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતુ કે અમદાવાદમાં હાલ 34.2 અને ગાંધીનગરમાં 33.2 ડિગ્રી તાપમાન રહેલું છે. હાલની સ્થિતી પ્રમાણે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી અમદાવાદમાં નથી. જોકે આખા રાજ્યમાં બે-ત્રણ દિવસ સુધી તાપમાન સરખુ રહેશે, જે બાદ તાપમાનમાં પણ વધારો જોવા મળતા ગરમીનું…
સ્તીખોર લોકો તો ગમે તેવા માહોલમાં પણ ટાઈમનો ઉપયોગ કરી લેતાં હોય છે બસ તેમને આનંદ જ કરી લેવો હોય છે. સામાન્ય રીતે આપણે ટ્રાફિકમાં ફસાયા હોય તો ટ્રાફિક ક્યારે ખુલે તેની અધીરાઈ રહેતી હોય છે પરંતુ મસ્તીખોર છોકરીએ તો ટ્રાફિકમાં ફસાયા છતાં પણ ટાઈમનો ઉપયોગ કરી લીધો. શું કર્યું છોકરીએ? બેંગલુરમાં શરણ્યા મોહન નામની છોકરી તેના મિત્રો સાથે ફરવા ગઈ હતી. ટ્રાફિક જામમાં ફસાયા હોવા છતાં, શરણ્યાએ ઓટોમાંથી ઉતરીને રસ્તા પર ડાન્સ કરી રહેલા યુવાનોના ગ્રુપ સાથે ડાન્સ કરવા લાગી હતી. છોકરાઓને પણ પડી મોજ ડાન્સ કરવા માટે છોકરી આવતાં યુવાનોને પણ મોજ-મજા પડી હતી અને તેઓ પણ ખુલ્લા…
અમુક મહિલાઓ નવું કરવા માટે જાણીતી હોય છે અને તેઓ અવનવી રીતે લોકોનું ધ્યાન ખેંચતી હોય છે. હવે જિમમાં કસરત કરવાની હોય તો લૂઝ કે હરીફરી શકે તેવા કપડાં પહેરવાના હોય છે પરંતુ એક સન્નારીએ તો જિમમાં પણ કંઈક નવું કરવાનું વિચાર્યું અને કડક સાડી પહેરીને જિમમાં વર્કઆઉટ કરવા માટે પહોંચી હતી. બ્લાઉઝને નામે બ્રા જ હતી સાડી પહેરવી ખોટી નથી પરંતુ આ મહિલાએ જે રીતે પહેરી હતી તે ખોટું હતું. તેનું બ્લાઉઝ પણ ટૂંકું હતું અને વધારે ભડકાઉ હતું. વાયરલ વીડિયોમાં દેખાતી આ મહિલાએ બ્લાઉઝના નામ પર બ્રા પહેરી છે. તેમજ આ વીડિયોમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જીમ…
એક છોકરો ચાલતી બાઇકની સીટ પર ઉભો રહીને સ્ટંટ કરી રહ્યો હતો, પરંતુ આવું કરવું તેના માટે ઘણું મોંઘું સાબિત થયું. આ સમગ્ર દ્રશ્ય વીડિયોમાં કેદ થયું હતું જે હવે વાયરલ થઈ રહ્યું છે. આજના સમયમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ક્રેઝી છે. તેના કારણે લોકો પોતાના જીવની પણ પરવા કરતા નથી. કોઈ કાર સાથે ખતરનાક સ્ટંટ કરી રહ્યું છે તો કોઈ મિત્રનો હાથ પકડીને ઊંચી ઈમારત પરથી લટકતો વીડિયો બનાવી રહ્યો છે. કોઈ પહાડ પર ડાન્સ કરી રહ્યું છે તો કોઈ બાઇક સાથે ખતરનાક સ્ટંટ કરી રહ્યું છે. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે…