Author: Heet Bhanderi
મોહમ્મદ અમીનની કેપ્ટનશિપમાં અંડર 19 એશિયા કપ માટેની ટીમ BCCIએ ફાઇનલ કરી દીધી છે. જે આ મહિનાની 30 તારીખથી લઈને 8 ડિસેમ્બર સુધી યુએઈમાં યોજાશે. ત્યારે આ અંડર 19ની ટીમમાં માત્ર 13 વર્ષની ઉંમરના વૈભવ સૂર્યવંશીનો 15 ખેલાડીઓની ટીમમાં સમાવેશ કર્યો છે. આ એશિયા કપ ટુર્નામેન્ટનું ફોર્મેટ 50 ઓવરનું રહેશે. કોણ છે આ વૈભવ સૂર્યવંશી? વૈભવ સૂર્યવંશીએ વર્ષની શરૂઆતમાં જ ચેન્નાઈ ખાતે યોજાયેલ બે ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તેમાં વૈભવે એક ટેસ્ટમાં 58 બોલ પર સદી ફટકારીને સિલેક્ટર્સને પ્રભાવિત કર્યા હતા. આ સાથે જ વૈભવે આગામી એશિયા કપ ટુર્નામેન્ટમાં અંડર 19 ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી. અમન, સિદ્ધાર્થ તથા…
ઇન્ડોનેશિયન ટાપુ નજીક જ્વાળામુખી ફાટી નીકળવાના કારણે પ્રતિકૂળ હવામાનને કારણે 13 નવેમ્બરના રોજ એર ઇન્ડિયાએ દિલ્હી અને બાલી વચ્ચેની તેની ફ્લાઇટ્સ કેન્સલ કરી દીધી છે. નોંધનીય છે કે ઇન્ડોનેશિયાના હોલિડે આઇલેન્ડ નજીક જ્વાળામુખીથી ઉદ્ભવેલી ખતરનાક પરિસ્થિતિને કારણે માત્ર એર ઇન્ડિયા જ નહીં પરંતુ અન્ય ઘણી મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પણ આ ક્ષેત્રમાં તેમની ફ્લાઇટ કામગીરી બંધ કરી દીધી છે. https://twitter.com/deepakg111/status/1856707309223002396?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1856707309223002396%7Ctwgr%5E77796a48f77a331eff21ab62cbc90e66ba16a387%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fvolcano-erupts-in-indonesia-air-india-indigo-cancel-bali-flight-how-to-get-refund ફ્લાઈટ્સ કેન્સલ કરી એર ઈન્ડિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાની દિલ્હીથી બાલી અને રીટર્ન ફ્લાઈટ્સ (અનુક્રમે AI 2145 અને AI 2146), જે 13 નવેમ્બર, 2024 ના રોજ ઓપરેટ થવાની હતી, તે તાજેતરના જ્વાળામુખી વિસ્ફોટને કારણે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને…
મહિલાઓના યૌન શૌષણનો કેસ વધી રહ્યાં છે. રાજસ્થાનના અલવરમાં સગીર બાળકી પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશોએ યુવતીનો અશ્લીલ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. પોતાના અશ્લિલ વીડિયોની જાણ થતાં છોકરીએ ઝેર પીને આપઘાત કર્યો હતો. ખેતરમાં એકલી ભાળીને કર્યો ગેંગરેપ મૃતકના પરિજનોની ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. 8મીએ પીડિતા તેની ભાભી સાથે ખેતરમાં ગઈ હતી. આ દરમિયાન તે પાણીની પાઈપ કાઢવા માટે ખેતરમાં રોકાઈ હતી અને યુવતીને એકલી જોઈને તેની ભાભી ઘરે પરત ફરતા ગામના બે છોકરાઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ…
મહારાષ્ટ્રના જલગાંવમાં એક દુર્ઘટનામાં ગર્ભવતી મહિલા અને તેમના પરિજનોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. વાસ્તવમાં જલગાંવ જિલ્લામાં ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતાં એક દર્દનાક અકસ્માત ટળી ગયો હતો. આ ઘટનામાં થોડી જ વારમાં એમ્બ્યુલન્સમાં આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક વિગતો મુજબ અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં ગર્ભવતી મહિલા અને તેનો પરિવાર બેઠો હતો. જોકે સગર્ભા મહિલા અને તેના પરિવારજનોનો જીવ બચી ગયો હતો. આ વિસ્ફોટથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના જલગાંવના દાદાવાડી વિસ્તાર પાસે નેશનલ હાઈવે પર બની હતી. એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ શું ? પ્રાથમિક જાણકારી અનુસાર એમ્બ્યુલન્સ જલગાંવ જિલ્લા હોસ્પિટલ જઈ રહી હતી ત્યારે…
ગ્રહોનો રાજા સૂર્ય, કોઈપણ એક રાશિમાં એક મહિના સુધી અને કોઈપણ નક્ષત્રમાં લગભગ 15 દિવસ રહે છે અને દેશ, વિશ્વ, હવામાન, પ્રકૃતિ, યોગ્ય રાશિચક્ર અને માનવ જીવન પર વ્યાપક અસર કરે છે. મનોબળ, આધ્યાત્મિક શક્તિ, ઉર્જા અને નેતૃત્વ શક્તિ આપનાર સૂર્ય જ્યારે પોતાની રાશિ, પોતાના નક્ષત્ર, રાશિ અથવા મિત્ર ગ્રહના નક્ષત્રમાં સંક્રમણ કરે છે ત્યારે તે બળવાન બને છે અને શુભ પરિણામ આપે છે. જો તેમને શત્રુની રાશિ અથવા નક્ષત્રમાં મૂકવામાં આવે છે તો તેઓ પીડિત અને નબળા બને છે. પરિણામે શુભ પરિણામ આપવાની તેમની શક્તિ ઓછી થઈ જાય છે અને તેમની અશુભ અસર પણ થાય છે જેનાથી જીવનમાં મુશ્કેલીઓ…
હિંદુ ધર્મથી જોડાયેલી માન્યતાઓમાં ઘરની ઉત્તર દિશાને આર્થિક મામલામાં ખૂબ ખાસ જણાવી છે. માન્યતા છે કે ઘરની ઉત્તર દિશાનો સંબંધ ધનની દેવી મા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર સાથે હોય છે. તો આ ઉપાય કરવાથી છલકાઈ જશે તિજોરી. 1. વાસ્તુશાસ્ત્ર વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે ઘરની ઉત્તર દિશામાં એક છોડ રાખવો ખૂબ શુભ હોય છે. 2. આર્થિક પરેશાની વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો કોઈ ઘરમાં આ છોડ હોય હે તો ત્યાં ક્યારેય આર્થિક પરિસ્થિતિનો સામનો નથી કરવો પડતો. 3. મનીપ્લાન્ટ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની ઉત્તર દિશામાં મનીપ્લાન્ટ લગાવો જોઈએ. જો ઉત્તર દિશામાં મનીપ્લાન્ટ છે તો ધન સંબંધિત તમામ પરેશાનીઓથી છુટકારો મળે છે.…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 14 11 2024 ગુરુવાર, માસ કારતક, પક્ષ સુદ, તિથિ તેરસ સવારે 9:42 પછી ચૌદસ, નક્ષત્ર અશ્વિની, યોગ સિદ્ધિ, કરણ તૈતિલ સવારે 9:42 પછી ગર, રાશિ મેષ (અ.લ.ઈ.) 2. મેષ (અ.લ.ઈ.) સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું અને ખોટા નિર્ણયો નુકસાન કરાવશે તેમજ નાણાકીય વ્યવહારમાં સાચવવું, પરિવારના કામમાં ધ્યાન આપવું 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકોને સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી તેમજ કામકાજમાં અપજશથી બચવું, આવકના પ્રમાણમાં જાવક વધશે તો કોઈપણ…
સાબરકાંઠાના પ્રાંતિજમાં સાંપડ ગામે મહાકાલી માતાજી બિરાજમાન છે. હંમેશા ક્રોધિત સ્વરૂપે દ્રશ્યમાન મા મહાકાલી આ ગામે શાંત સ્વરુપે બિરાજે છે. 650 વર્ષ પહેલા પૃથ્વીના પેટાળમાંથી પ્રગટ થયેલા મહાકાલી માતાજીની પ્રતિમા ભારતભરની મહાકાલી મા ની પ્રતિમાઓથી બિલકુલ અલગ છે. સાંપડ મંદિરે શાંત ચહેરા સાથે પ્રગટ થયેલા મહાકાલી માતાજી સમગ્ર વિસ્તારમાં અપાર શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યા છે. સાંપડ ધામ મહાકાલી માનુ મંદિર ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે. અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે પર આવેલા પ્રાંતિજથી પીલુન્દ્રા જતા 8 કિલોમીટરના અંતરે સાંપડ ગામ આવેલું છે. બીજી તરફ નેશનલ હાઈવે પ્રાંતિજથી આગળ જતા સલાલથી માત્ર 6 km ના અંતરે મહાકાલી મા સાંપડનું મંદિર આવેલું છે. ગુજરાત…
દિવાળી પર બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મોની ટક્કર થઈ હતી, એક બાજુ રોહિત શેટ્ટી ફ્રેન્ચાઈઝીની સ્ટાર સ્ટડેડ સિંઘમ અગેઇન અને તેની સામે ટક્કરમાં ઉતરી હતી કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા3. બંને ફિલ્મો પોત પોતાની આગવી ફ્રેન્ચાઇઝી ધરાવે છે ત્યારે મંગળવાર સુધીના બોક્સ ઓફિસ ક્લેશનના આંકડા પ્રમાણે સિંઘમ આગેઇનને પાછળ મૂકી છે ભૂલ ભૂલૈયા3એ. દિવાળી પર હોરર-કોમેડી ફિલ્મ ભૂલ ભૂલૈયા3 અને માસ કૉપ એક્શન ફિલ્મ સિંઘમ અગેઇને શાનદાર ઓપનિંગ કરી હતી. ભૂલ ભૂલૈયા3 સુપરહિટ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં હજુ સારી કમાણી કરી શકે છે ત્યારે બીજી તરફ સિંઘમ અગેઇનની હાલત કફોડી થતી દેખાય છે, એવું લાગી રહ્યું…