વર્ષ 2025 માટે બાબા વેંગા અને નોસ્ટ્રાડેમસની વિચિત્ર ભવિષ્યવાણી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ખરેખરમાં, આ બંને મહાનુભાવો તેમની સચોટ ભવિષ્યવાણી માટે જાણીતા છે. તેઓએ ભવિષ્યવાણીમાં એક ચોંકાવનારી વાત કહી દીધી છે. કહ્યું કે, વર્ષ 2025માં યુરોપમાં વિનાશક સંઘર્ષની આગાહી થઈ શકે છે. હવે આ મુદ્દે ચર્ચા છેડાઈ ગઈ છે અને જેમ જેમ વર્ષ 2025 નજીક આવી રહ્યું છે તેમ તેમ બંને ભવિષ્યવક્તાઓની આ ભવિષ્યવાણી ઘણા લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
કોણ છે બાબા વેંગા અને નોસ્ટ્રાડેમસ?
1996 માં મૃત્યુ પામનાર અંધ બલ્ગેરિયન રહસ્યવાદી બાબા વેન્ગા, તેમની ઘણી ભવિષ્યવાણી સાચી થયા પછી તેમણે એક આદરણીય સ્થાન મેળવ્યું. બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ તરીકે ઓળખાતા બાબા વેંગાને 9/11 હુમલા, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ, ચેર્નોબિલ દુર્ઘટના અને બ્રેક્ઝિટ જેવી મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાની આગાહી કરી ચૂક્યા છે, તેવું કહેવાય છે. એ જ રીતે, ફ્રેન્ચ જ્યોતિષી મિશેલ ડી નોસ્ટ્રાડેમસ, જેને નોસ્ટ્રાડેમસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ પણ સચોટ આગાહી માટે પ્રખ્યાત છે.
બાબા વેંગાની ભવિષ્યવાણી શું કહે છે?
બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ, એક વિનાશક યુદ્ધ થશે જે યુરોપને હચમચાવી દેશે. વધુમાં, તેમણે આગાહી કરી હતી કે રશિયા ટકી શકશે નહીં, પણ વિશ્વ પર પ્રભુત્વ કરશે. આ એક એવી સંભાવના છે, જે યુક્રેન પર ચાલી રહેલા રશિયન હુમલાઓને જોતાં મુશ્કેલીમાં મૂકે છે. બાબા વેંગાની ભવિષ્યવાણી યુ.એસ.ના પશ્ચિમ કિનારે ધરતીકંપ અને નિષ્ક્રિય જ્વાળામુખી પર વિસ્ફોટ સહિત વિનાશક કુદરતી આફતની પણ આગાહી કરે છે.
નોસ્ટ્રાડેમસે શું આગાહી કરી હતી?
ફ્રેન્ચ જ્યોતિષી નોસ્ટ્રાડેમસે તેમના 16મી સદીના પુસ્તક ‘લેસ પ્રોફેસીસ’માં અશુભ ભવિષ્યવાણીઓ લખી હતી. તેમના મતે, યુરોપ તેની પોતાની સરહદોની અંદરથી શરૂ થતા ક્રૂર યુદ્ધોમાં ફસાઈ જશે, જેના કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે દુશ્મનો વધશે. વર્ષ 2025 માટે નોસ્ટ્રાડેમસની આગાહીઓ અત્યંત ડરામણી છે. તેમણે આગાહી કરી છે કે, વિનાશક સંઘર્ષ અને રોગચાળા પછી બ્રિટન બરબાદ થઈ જશે.