કેનેડાના ટોરન્ટોમાં ઇલેકટ્રીક કારના અકસ્માતમાં 3 ગુજરાતી સહિત ચાર યુવકોના મોત થવાની ઘટના સામે આવી છે. ચારેય યુવકો ટેસ્લા કારમાં સવાર હતા.કાર રેલિંગ સાથે અથડાતા કારની બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેથી અકસ્માત બાદ ઇલેક્ટ્રિક કારમાં આગ લાગી હતી. અકસ્માતમાં ગોધરાના ભાઈ-બહેન 26 વર્ષીય કેતા ગોહિલ અને 30 વર્ષીય નિલ ગોહિલના મોત થયા.. ઉપરાંત બોરસદના જયરાજસિંહ સિસોદીયા નામના યુવકનું પણ અકસ્માતમાં મોત થયું.
આ જીવલેણ અકસ્માત ચેરી સ્ટ્રીટ નજીક લેક શોર બુલવાર્ડ E. પર બપોરે 12:10 વાગ્યે થયો હતો. ટેસ્લા લેક શોર પર કાર ઝડપભેર જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને કાર રેલિંગ સાથે અથડાઈ હતી. ત્યાર બાદ કારમાં આગ ફાટી નીકળી હતી. આગ ઓલવાઈ ગયા પછી, અગ્નિશામકોએ કારની અંદર ચાર લોકો શોધી કાઢ્યા. ચારેયને ઘટના સ્થળે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
કારમાં અન્ય એક યુવતી પણ હોવાનું માનવામાં આવી રહ્યું છે જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઇ નથી. આ યુવતી પણ અકસ્માતનો ભોગ બની જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી હોવાનું કહેવાઇ રહ્યું છે.