રશિયા (Russia) અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. હાલમાં ચાલી રહેલા યુદ્ધને કારણે રશિયામાં વસ્તી અને જન્મદરમાં તીવ્ર ઘટાડો થયો છે. જેનાથી રશિયન અધિકારીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. હવે આને સંતુલિત કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. રશિયા (Russia) ના નિઝની નોવગોરોડ ઓબ્લાસ્ટમાં મહિલાઓને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
નિઝની નોવગોરોડ ઓબ્લાસ્ટના ગવર્નર ગ્લેબ નિકિતિન દ્વારા કરાયેલી જાહેરાત ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર (ISW) દ્વારા રશિયન આક્રમક અભિયાનના એક અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું કે મહિલાઓને ચાર બાળકો પેદા કરવાની વાત કહેવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે રશિયનોને દરેક બાળકના જન્મ પર 10 લાખ રુબેલ્સ (આશરે $10,000, આઠ લાખ રૂપિયા) મળશે.
આવું શા માટે કરવું પડ્યું?
રશિયા (Russia) નો વર્તમાન જન્મ દર સ્ત્રી દીઠ 1.5 બાળકો છે અને વસ્તીને સંતુલિત રાખવા માટે સ્ત્રી દીઠ 2.1 બાળકોના જન્મ દરની જરૂર છે. યૂક્રેન સાથેના યુદ્ધમાં ભારે નુકસાનને કારણે વસ્તીમાં ઘટાડો થયો છે અને સપ્ટેમ્બરમાં રશિયાનો જન્મ દર 25 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે.
અહેવાલ મુજબ, ગવર્નર તરફથી કહેવામાં આવ્યું છે કે પહેલા અને બીજા બાળકો માટે ચૂકવણી સંઘીય ભંડોળમાંથી આવશે, જ્યારે ત્રીજા અને ચોથા બાળકો માટે ચૂકવણી પ્રાદેશિક ભંડોળમાંથી આવશે. જો કે આ અંગેના નિયમો હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યા નથી. આ સાથે, રશિયાએ દેશમાં ઘટી રહેલા જન્મ દરને પહોંચી વળવા માટે “સેક્સ મંત્રાલય” ખોલવાનું વિચાર્યું છે અને એક કાર્યક્રમ પણ શરૂ કર્યો છે, જેના હેઠળ 18 થી 23 વર્ષની વયની વિદ્યાર્થીનીઓને બાળક પેદા કરવા પર ચૂકવણી કરવામાં આવી શકે છે.
અહેવાલોનું માનીએ તો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફેડરેશન કાઉન્સિલના અધ્યક્ષ વેલેન્ટિના મતવિએન્કોને ‘સેક્સ મંત્રાલય’ સંભાળવા માટે નામાંકિત કર્યા છે. વેલેન્ટિના મતવિએન્કો પહેલાથી જ ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ ડેમોગ્રાફિક પોલિસીનો હવાલો સંભાળી રહી છે.