મંગળ ઓક્ટોબરમાં કર્ક રાશિમાં પ્રવેશ કરવાનો છે. મંગળ ગોચરથી અમુક રાશિને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. જાણો મંગળ ગોચરથી કઈ રાશિઓને થશે લાભ.
1. મંગળ રાશિ પરિવર્તન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિનો કોઈને કોઈ ગ્રહ સાથે સંબધ છે. દરેક ગ્રહ એક નિશ્ચિત સમયમાં એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. હિંદૂ પંચાંગ અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળ ઓક્ટોબરમાં રાશિ પરિવર્તન કરવાના છે.
2. દરેક રાશિ પર પડશે અસર
મંગળના રાશિ પરવિર્તનનો પ્રભાવ મેષથી લઈને મીન રાશિ પર પડશે. મંગળ ઉર્જા, સાહસ અને પરાક્રમના કારક માનવામાં આવે છે. આ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી છે. મંગળને કર્ક રાશિમાં નીચ અને મકર રાશિમાં ઉચ્ચ માનવામાં આવે છે.
3. મંગળનું કર્કમાં ગોચર
મંગળ 20 ઓક્ટોબર 2024 રવિવારે મિથુન રાશિથી નિકળીને પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે. મંગળનું કર્ક ગોચર બપોરે 2.46 વાગ્યા થશે. મંગળ કર્ક રાશિમાં 21 જાન્યુઆરી 2025 સુધી વિદ્યમાન રહેશે. મંગળના કર્ક ગોચરથી અમુક રાશિના લોકોને સામાન્ય પરિણામ મળશે.
4. મિથુન
મંગળનું કર્ક ગોચર મિથુન રાશિના લોકો માટે શુભ ફળદાયી રહેશે. તમારી પાસે ધનનો અભાવ નહીં રહે. પરિવારના સદસ્યોની સાથે મેળ સારો રહેશે. આર્થિક રીતે સારી સ્થિતિમાં રહેશો. ધાર્મિક કાર્યો માટે દાનન કરવાના સંકેત છે.
5. કર્ક
આ દિવસે કર્ક રાશિમાં મંગળ અને ચંદ્રમાની યુતિથી ધન લક્ષ્મી યોગનું નિર્માણ થશે. ધન લક્ષ્મી યોગના પ્રભાવથી આર્થિક લાભ થશે. નવા સ્ત્રોતથી ધન લાભ થશે. જુના સાધનોથી પણ રૂપિયા પૈસા આવશે. માન સન્માનમાં વધારો થશે. જીવનસાથીનો ભરપૂર સાથ મળશે.
6. તુલા
તુલા રાશિ માટે મંગળનું કર્ક ગોચર લાભકારી સાબિત થશે. આ સમયમાં તમને કાર્યસ્થળ પર પદોન્નતિ મળી શકે છે. આકસ્મિક ધન લાભના સંકેત છે. ભુમિ ભવન અને વાહનની ખરીદી સંભવ છે.