4 ડિસેમ્બરથી 4 મોટા ગ્રહો ગોચર થશે અને તેની અસર 2 પ્રભાવશાળી યુતિઓ રચશે અને 5 એવી રાશિઓ છે જેના આ યુતિથી ભાગ્ય ખૂલી જશે. જ્યોતિષોના અનુસાર ડિસેમ્બર મહિનાની શરૂઆત જબરદસ્ત રહેવાની છે. 2 ડિસેમ્બરે શુક્ર, કેતુ અને સુર્યએ ચાલ બદલી છે. તો 4 ડિસેમ્બરે એક સાથે 2 ફળદાયી યુતિઓનું નિર્માણ થાય છે. આ ગ્રહ છે બુધ-ગુરુ અને સુર્ય-શનિ. જે વૈદિક શાસ્ત્ર મુજબ સૌથી શક્તિશાળી ગ્રહ મનાય છે.
1. 4 મોટા ગ્રહોના ગોચરની અસર આ રાશિઓ પર
દ્રિક પંચાંગ અનુસાર જ્યાં એકબાજુ 180 ડિગ્રી પર સ્થિત થઈને સમસપ્તક યોગ બને છે ત્યાં બીજી બાજુ સુર્ય અને શનિ એકબીજાથી 90 ડિગ્રી પર રહીને કેન્દ્ર દ્રષ્ટિ યોગનું નિર્માણ કરે છે. જ્યોતિષોના મત મુજબ આ ચાર ગ્રહોના- બુધ-ગુરુ અને સુર્ય-શનિ ના ગોચરથી બદલાશે આ 5 રાશિના જાતકોનું નસીબ, વેપાર-ધંધાથી લઇને નોકરીમાં થશે પ્રગતિ. ત્યારે ચાલો જાણીએ કઈ છે આ 5 રાશિઓ?
2. મેષ
મેષ રાશિના જાતકો માટે આ સમય વેપારમાં નાણાકીય લાભ અને નોકરીમાં પ્રમોશનના સારા સમાચાર લાવશે તો નોકરીમાં નવી તકોનું નિર્માણ થશે અને કામના સ્થળે માન-સન્માન વધશે. પરિવાર સાથે સારો સમય ગાળવા મળશે તો જીવનસાથી સાથે પણ મધુર સંબંધો બનશે. જૂની બીમારીથી રાહત મળશે.
3. મિથુન
મિથુન રાશિના લોકો માટે આ સમય સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો કરવાનો છે. નોકરીમાં સ્થિરતા અને આવકમાં વધારો થશે. નવું પદ કે જવાબદારી મળવાની સંભાવના છે. વેપારમાં નવા ભાગીદારો મળી શકે છે. નાણાકીય લાભના નવા સ્ત્રોત ખુલશે. અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. માતા-પિતા સાથે સંબંધો સારા રહેશે અને મન પ્રસન્ન રહેશે.
4. કર્ક
કર્ક રાશિના જાતકો માટે આ સમય ભાગ્ય અને કર્મ વચ્ચે સમન્વય અને સંતુલનનો છે. તમને નવી ઉર્જા મળશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે. અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે અને તમારા જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
5. તુલા
કરિયર, નોકરી, બિઝનેસ સહિત તમામ ક્ષેત્રોમાં સફળતા મળવાની સંભાવના છે. નોકરીમાં પ્રગતિની સંભાવના છે. નવી તકો મળશે અને કાર્યસ્થળે માન-સન્માન વધશે. વેપારમાં વધારો થશે અને નવા ભાગીદારો મળી શકે છે. અચાનક નાણાકીય લાભ થઈ શકે છે, જેમ કે જૂના રોકાણમાંથી નફો થવાની શક્યતા છે. પારિવારિક જીવનમાં શાંતિ અને સુમેળ જળવાઈ રહેશે.
6. ધનુ
ધનુ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. નોકરીમાં પ્રગતિની સંભાવના છે. નવી તકો પ્રાપ્ત થશે અને કાર્યસ્થળે માન-સન્માન વધશે. વેપાર વધશે અને નવા ગ્રાહકો મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. લવ લાઈફમાં વિશ્વાસ વધશે અને જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને મન પ્રસન્ન રહેશે.