અમુક ઘટનાઓનો જ એવી બને છે કે કોનો વાંક ગણવો નક્કી કરવું અઘરુ થઈ રહે છે. યુપીની રાજધાની લખનઉના અમીનાબાદમાં બે મહિલાઓ ઈ-રિક્ષા ચાલકને મુક્કા મારતી, થપ્પડ મારતી અને મારતી જોવા મળી હતી. રિક્ષા ચાલકે વધારે ભાડૂ માગ્યું હોવાથી બન્ને મહિલાઓ ગુસ્સે થઈ હતી અને રિક્ષામાંથી ઉતરીને તેને કોલરથી પકડ્યો હતો અને પછી બન્નેએ તેને મેથીપાક ચખાડ્યો હતો. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભાડે બાબતે બબાલ થઈ
એક મહિલાએ ઈ-રિક્ષા ચાલકનું ગળું પણ પકડી લીધું હતું, જ્યારે બીજી મહિલા તેને થપ્પડ મારતી જોવા મળી હતી. હુમલાથી બચવા માટે રિક્ષા ચાલક મહિલાઓને દૂર ધકેલવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ સિલસિલો અહીં જ ન અટક્યો, એક મહિલાએ રસ્તા પર પોતાની બેંગ્સ મૂકીને ઈ-રિક્ષા ચાલકનું ટી-શર્ટ પકડી લીધું, જ્યારે બીજી મહિલાએ પોતાના ચપ્પલમાંથી એક કાઢીને હાથમાં પકડીને ઈ-રિક્ષા ચાલકને એક તરફ ધકેલી દીધો. એક વ્યક્તિને વીડિયો બનાવતા જોઈને ડ્રાઈવરે કહ્યું કે હા, વીડિયો બનાવો. જ્યારે મહિલા બૂમો પાડે છે, ત્યારે તે કહે છે કે હા, હવે તમે મારી નાખો. ભાડા બાબતે આ બબાલ થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.
Kalesh b/w Ladies and E-Rickshaw driver on Road over Fare Charges, Aminabad Lucknow
pic.twitter.com/lgvDzixtq5— Ghar Ke Kalesh (@gharkekalesh) October 22, 2024
પોલીસ સમાધાન કરાવ્યું
ઘટનાની માહિતી મળ્યાં બાદ પોલીસ આવી હતી અને બન્ને પાર્ટીને પોલીસ સ્ટેશન લઈ હતી અને સમાધાન કરાવ્યું હતું. રિક્ષાવાળાને પણ કદાચ બોધપાઠ મળી ગયો હશે.