સોશિયલ મીડિયા પર એક બેન્ડબાજાવાળાનો વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જાનૈયાઓ ફરી ફરીને એ ગીત પર મન મૂકીને નાચી રહ્યા છે અને આ બેન્ડ બાજાવાળાના નંબરની માંગ વધી છે ત્યારે શું તમે જોયો કે નહીં આ વાયરલ વિડીયો?
‘લૈલા મે લૈલા’ પર ઝૂમ્યા બારાતી
આ વિડિયોમાં જોવા મળે છે કે બેન્ડ બાજા વાળા શાહરુખ ખાનની ફિલ્મ ‘રઇસ’નું લૈલા મે લૈલા ગીત વગાડે છે અને તમામ લોકો નાચવા લાગે છે. આ ગીતની ધૂન બેન્ડ પર વાગતા જાણે બધા ફરી ચાર્જ થઈ જાય છે અને ડબલ એનર્જીથી ડાન્સ કરવા લાગે છે. લૈલા મે લૈલા ગીત એમ પણ દર્શકોમાં ખૂબ ફેમસ થયું હતું અને પાર્ટીઓ અને લગ્ન પ્રસંગે કહસ પસંદ કરાય છે ત્યારે આ વિડીયો જોઈને લોકોને પણ તેના પર ઝૂમવાનું મન થઈ રહ્યું છે.
યુઝર્સએ કર્યા બેન્ડના વખાણ
ઈન્સ્ટાગ્રામ પર @m_krishna_band_borsad એકઉન્ટ પરથી આ રીલ શેર થઈ છે, મુલ ગુજરાતનાં બોરસદના આ બેન્ડની પોસ્ટ થયેલી આ રીલને ને અત્યાર સુધીમાં 1 કરોડથી પણ વધારે વ્યૂ અને 4.50 લાખથી પણ વધુ લાઇક્સ મળ્યા છે, ત્યારે યુઝર્સે પણ આ બેન્ડના વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું કે’ બહોત હાર્ડ ભાઈ !” બીજા એ લખ્યું , ” આવા લગ્નમાં ડાન્સ કરવાની અલગ જ મજા આવે છે”, અન્ય એક એ લખ્યું કે, “ભાઈ, દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું” તો મોટાભાગના યુઝર્સે કમેન્ટ કરીને બેન્ડ વાળાનો નંબર માંગ્યો છે.