તુલસીને ઘરમાં લગાવીને તેની પૂજા કરવાથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થાય છે પરંતુ આ બધુ ત્યારે જ સંભવ છે જ્યારે તમે તુલસી સાથે જોડાયેલા નિયમોને સારી રીતે ફોલો કરશો.
1. તુલસીના છોડની પૂજા
એવું કહેવાય છે કે નિયમિત રૂપથી તુલસીના છોડની પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, જો કે તુલસીના છોડની પૂજા કરતા સમયે અને જળ અર્પણ કરતાં સમયે અમુક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.
2. તુલસીમાં જળ અર્પણ કરવાના નિયમો
તુલસીમાં જળ અર્પણ કરવાને લઈને જાણકારી ન હોય તો તમે આર્થિક સંકટમાં ઘેરાઈ શકો છો. તમને ધન હાનીનો સામનો કરવો પડી શકે છે. એવામાં જરૂરી છે કે તુલસી સાથે જોડાયેલી કોઈ પણ ભૂલો કરવાથી બચો.
3. અગિયારસના દિવસએ જળ અર્પણ ન કરો
એકાદશીના દિવસે તુલસીના છોડમાં જળ આપવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેના કારણે વ્યક્તિને ઘણા પ્રકારના આર્થિક સંકટનો સામનો કરવો પડે છે અને બનતા કાર્યમાં અવરોધ આવે છે.
4. સૂર્યોદય વખતે જળ આપવું શુભ
ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીમાં જળ આપવાનો સૌથી સારો સમય સવારનો છે. સૂર્યોદયના સમયે તુલસીમાં જળ આપવાથી ખાસ લાભની પ્રાપ્તિ થઈ શકે છે અને આર્થિક સંકટોથી છુટકારો મળી શકે છે.
5. સિલાઈ વગરના વસ્ત્ર
પુરાણો અનુસાર તુલસીના છોડમાં જળ આપતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે તમે સિલાઈ વગરનું વસ્ત્ર પહેરો. સિવેલા કપડા પહેરીને તુલસીમાં જળ આપવાથી લાભ પ્રાપ્ત નહીં થાય.
6. વધારે પ્રમાણમાં ન આપો જળ
તુલસીના છોડમાં વધારે પ્રમાણમાં જળ ન આપવું જોઈએ. એવું કરવાથી તુલસીનો છોડ સુકાઈ શકે છે. એવી માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જવો શુભ સંકેત નથી હોતો.