સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ ક્યારે વાઈરલ થઈ જશે તેની કોઈને ખબર નથી. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બેંગલુરુ પાસેની એક ગુફામાંથી 188 વર્ષના બાબાને બચાવી લેવામાં આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે લોકો એક વૃદ્ધ વ્યક્તિને ટેકો આપીને તેમને ચાલવામાં મદદ કરી રહ્યા છે. આ વૃદ્ધ વ્યક્તિ સફેદ દાઢીમાં ઢંકાયેલા છે અને તેઓ નમીને ચાલી રહ્યાં છે. તેમના હાથમાં એક લાકડી પણ છે જેનાથી તે પોતાનું સંતુલન જાળવી રાખે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ‘Concerned Citizen’ હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ મૂકાતા જ વાયરલ થઈ ગઈ હતી. તેને 30 મિલિયન (3 કરોડ) થી વધુ વખત જોવામાં આવી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે આ ભારતીય વ્યક્તિ હમણાં જ એક ગુફામાંથી મળી આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની ઉંમર 188 વર્ષ છે. ઈનક્રેડિબલ!
જો કે, વીડિયોના દાવાની સત્યતા ચકાસવામા આવી હતી. કેટલાક લોકોએ વીડિયોના જવાબમાં કહ્યુ હતું કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ 188 વર્ષની લાગતી નથી. તો કેટલાકે જવાબ આપતા કહ્યું કે, આ શખ્સ 110 વર્ષના હિન્દુ સંત છે જેઓ મધ્ય પ્રદેશના વતની છે. Twitetr દ્વારા આ પોસ્ટ પર એક ડિસ્ક્લેમર જારી કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી ઉંમર કદાચ સચોટ નથી. ટ્વિટર નોટમાં લખવામાં આવ્યું હતું કે, “ખોટી માહિતી! આ વૃદ્ધ મધ્યપ્રદેશના ‘સિયારામ બાબા’ નામના હિન્દુ સંત છે. અહેવાલો અનુસાર, તેની ઉંમર લગભગ 110 વર્ષ છે. વધુમાં, એક અહેવાલને ટાંકીને, આ વૃદ્ધની વાસ્તવિક ઓળખ તસવીર ‘સિયારામ બાબા’ની છે, જે મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં રહે છે.
🇮🇳 This Indian Man has just been found in a cave.
It’s alleged he’s 188 years old. Insane. pic.twitter.com/a7DgyFWeY6
— Concerned Citizen (@BGatesIsaPyscho) October 3, 2024
ડેટા વેરિફિકેશન ગ્રુપ D-Intent Data એ પણ આ વાયરલ વીડિયોને ભ્રામક ગણાવ્યો છે. D-Intent Data એ તેના હેન્ડલ પર લખ્યું, “વિશ્લેષણ: ગેરમાર્ગે દોરનારું. હકીકત: એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં કેટલાક લોકો એક વૃદ્ધ વ્યક્તિને મદદ કરી રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 188 વર્ષના એક વ્યક્તિને ગુફામાંથી બહાર કાઢવામાં આવ્યો છે. પરંતુ સત્ય એ છે કે આ દાવાઓ ખોટા છે. આ વ્યક્તિ ‘સિયારામ બાબા’ નામના સંત છે, જેની ઉંમર લગભગ 110 વર્ષ છે.
આ કિસ્સાએ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમાચારો ઘણીવાર ભ્રામક હોઈ શકે છે અને તથ્યોની તપાસ કરવી અત્યંત જરૂરી છે.