ભોજપુરી ગીત પર એક આન્ટીના ડાન્સનો એક વીડિયો ઈન્ટરનેટ જગતમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને યુઝર્સ પણ આન્ટીના ઉત્સાહ અને ઉર્જાનાં વખાણ કરી રહ્યા છે. આન્ટીએ ભોજપુરી ગીત ‘મહોલ બદલ લે વાલા બા’ પર શાનદાર ડાન્સ કર્યો હતો.
આ ઈન્ટરનેટના જમાનામાં સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય તેનું નક્કી હોતું નથી. તેમાં પણ લોકો આજે ફેમસ થવા માટે અવનવા વીડિયો બનાવતા રહે છે. તેમાં પણ ખાસ કરીને ડાન્સ વીડિયોને વધારે પસંદ કરવામાં આવે છે. હવે આ ક્રેઝમાં મોટી ઉંમરના લોકો પણ પાછળ નથી. તમે ઘણી વખત વૃદ્ધ દાદા દાદીના વીડિયો પણ જોતા હશો. હાલમાં પણ એક આન્ટીનો આવો જ સુંદર વીડિયો સામે આવ્યો છે. જે સૌ કોઈના હોંશ ઉડાવી રહ્યો છે. એક આન્ટી ભોજપુરી સોંગ ‘મહોલ બદલ લે વાલા બા’ ગીત પર શાનદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
ઈન્ટરનેટ યુઝર્સ પણ આ દાદીના ડાન્સને જોઈને ખૂબ જ પ્રભાવિત થયા છે અને કોમેન્ટ સેક્શનમાં જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- આ રીતે જીવન જીવો અને ઉંમરની કોઈ મર્યાદા નહીં હોય. બીજાએ લખ્યું કે કલા ઉંમર પર આધારિત નથી. મોટાભાગના યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં દાદીના ડાન્સના ખોબેને ખોબે વખાણ કરી રહ્યા છે.
ભોજપુરી ગીતોની પોતાની આગવી વાઈબ છે. વાયરલ વીડિયોમાં દાદી પણ એક ગીત પર પોતાની ધૂનમાં મગ્ન થઈને ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં આન્ટીને ‘મહોલ બદલ લે વાલા બા’ ગીત પર શાનદાર ડાન્સ કરતા જોઈ શકાય છે. ડાન્સ કરતી વખતે આન્ટી તેમના સ્ટેપ્સનું પણ ખાસ ધ્યાન રાખે છે અને ગીત મુજબ ડાન્સ કરતા જોવા મળે છે. આન્ટીનો ઉત્સાહ અને ઉર્જા જોઈને સોશિયલ મીડિયા પર લોકો પણ તેમના ફેન બની ગયા છે. યૂઝર્સ પણ કોમેન્ટ સેક્શનમાં આ ઈન્સ્ટાગ્રામ રીલ પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને લગભગ 2 કરોડ વ્યૂ મળી ચૂક્યા છે. આ વીડિયો 14 ઓક્ટોબરે પોસ્ટ કરવામાં આવ્યો હતો. કમેન્ટ્સમાં 13 હજારથી વધુ કમેન્ટ આવી ચૂકી છે. હાલમાં પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.