સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકો ફેમસ થવા માટે કોઈ પણ હદને વટાવી રહ્યા છે. રીલ્સના ચક્કરમાં ઘણા લોકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. આવો જ એક વીડિયો એક બાઈક રાઇડરનો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ રોડની વચ્ચે સિંગલ ટાયર સાથે બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે.
વાયરલ વીડિયોને જોઈને સમજી શકાય છે કે આ વ્યક્તિ રીલ માટે રસ્તા પર આવો ખતરનાક સ્ટંટ કરી રહ્યો છે. આ કરતબ કરવા માટે તે રસ્તા પર ખૂબ ફાસ્ટ બાઇક ચલાવી રહ્યો છે અને આગળના વ્હીલને ઊંચું પણ કરી રહ્યો છે. જે જોવામાં પણ ખતરનાક લાગી રહ્યું છે. આ સ્ટંટમાં તે હેન્ડલ છોડીને પણ બાઇક ચલાવે છે.
यमराज़ छूटी पर हैं क्या…..?🤔👇. 🔄🔙 pic.twitter.com/0AVPRSSOMH
— ❣⍣Cute࿐ɢɪʀʟ 💔🥀 (@Cute_girl__29) December 2, 2024
વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, તેનું બાઈક એટલું સ્પીડમાં હોય છે કે, વચ્ચે બમ્પ આવતા તેનું બાઈક આખું હવામાં પણ જતું રહે છે. છતાં તે પડતો નથી અને બેલેન્સ બનાવી લે છે. આ વીડિયો જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.