આજે એક એવી બોલ્ડ એક્ટ્રેસનો જન્મદિવસ છે જેણે તેની એક્ટિંગ કરતાં વધારે તેના લૂકથી લોકોને પોતાના ફેન બનાવ્યા છે. આ બૉલીવુડ એક્ટ્રેસ 38 વર્ષની છે ને હજુ કુંવારી છે. તેણે ઘણી ફિલ્મો કરી છે પરંતુ વર્ષોથી બૉલીવુડમાં હોવા છતાં પણ તે પોતાનું મજબૂત સ્થાન બનાવી શકી નથી. ત્યારે ચાલો જાણીએ કે કેમ એક સમય એવો હતો કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ જોવા પણ માંગતી નહોતી.
1. ‘જન્નત-2’ ફિલ્મથી બોલવૂડમાં એન્ટ્રી
આ એક્ટ્રેસ એ બીજું કોઈ નહીં પણ 12 વર્ષ પહેલા આવેલી ‘જન્નત-2’ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી લેનારી અભિનેત્રી ઈશા ગુપ્તા છે. ઈમરાન હાશ્મી સાથે આપેલા બોલ્ડ સીનના લીધે તે રાતોરાત ચર્ચાનું કેન્દ્ર બની ગઈ હતી.
2. રાઝ 3Dમાં પણ આપ્યા બોલ્ડ સીન
જન્નત-2 પછી આવેલી તેની ફિલ્મ ‘ રાઝ 3D’માં પણ તેણે બોલ્ડ અને ઇન્ટિમેટ સીન આપીને બિપાશા બસુને પણ પાછળ છોડી દીધી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ અને ફિલ્મના મેકરને માલામાલ કરી દીધા હતા. આ બંને ફિલ્મો બાદ તેની ઓળખાણ એક બોલ્ડ એક્ટ્રેસની બની ગઈ હતી. જો કે તેણે તેની આ બોલ્ડ ઇમેજને બદલવાના ખૂબ પ્રયાસો કર્યા પણ તે સફળ થઈ શકી નહીં.
3. બોલ્ડ ઇમેજની અસર કરિયર પર
‘ચક્રવ્યૂહ’ , ‘ગોરી તેરે પ્યાર મે’ , ‘ હમશકલ’, ‘ બેબી, રૂસ્તમ કમાન્ડો-2, બાદશાહો , પલટન, ટોટલ ધમાલ જેવી ઘણી ફિલ્મોમાં એશા જોવા મળી પરંતુ આમાંથી ઘણી ફિલ્મો ફ્લોપ ગઈ અને સાથે ઈશા નું કરિયર પણ ડૂબાડતી ગઈ. ફિલ્મોં બાદ ઈશાએ OTT પ્લેટફોર્મ તરફ વળવાનું પસંદ કર્યું અને તેની બોલ્ડ ઇમેજને ભૂસવાનો પ્રયત્ન કર્યો. વર્ષ 2021માં આવેલી ફિલ્મ ‘નકાબ’માં પણ તેના ખૂબ જ ઇન્ટિમેટ સીન હતા જેની ખૂબ ચર્ચા પણ થયેલી. તે બાદ OTT પર આવેલી ઘણી પોપ્યુલર વેબ સીરિઝ ‘આશ્રમ’માં નિભાવેલા સોનિયાના કેરેક્ટરને જોઈને તેણે ફરી ફેન બેઈઝ ઊભો કર્યો પરંતુ 2022માં આવેલી આશ્રમ વેબ સીરિઝ બાદ તે ફરીથી ગાયબ થઈ ગઈ છે.
4. વકીલ બનવા માંગતી હતી ઈશા
જો કે ખાસ વાત એ છે ઈશા ક્યારેય એક્ટ્રેસ બનવા માંગતી નહોતી અને આ વાતનો ખુલાસો તેણે તેના એક ઇંટરવ્યૂમાં કર્યો હતો. તેણે આ ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે, “એક્ટિંગમાં આવવાનો મારો ક્યારેય પ્લાન નહોતો. હું હંમેશા વકીલ બનવા માંગતી હતી, પરંતુ બાય ચાન્સ એક્ટ્રેસ બની ગઈ”. ઈશા ઘણા લાંબા સમયથી સ્પેનિશ બિઝનેસમેન મેન્યુઅલ કેમ્પસ ગ્વાલરને ડેટ કરી રહી છે ઘણી વર તે તેની સાથે ફોટો શેર કરે છે.