દિવાળીને હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે દર આસો મહિનાનો છેલ્લો દિવસ એટલે કે અમાસની તિથિએ દિવાળી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ, દેવી સરસ્વતી અને કુબેરજીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન અને જ્ઞાનનો સંચાર થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દિવાળીના દિવસે માતા લક્ષ્મી ધરતી પર ભ્રમણ કરવા આવે છે અને જે ભકતોથી પ્રસન્ન થાય છે તેમના પર અસીમ કૃપા વરસાવે છે. એવામાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભક્તો વિવિધ ઉપાયો અપનાવે છે. જેમાંથી એક છે એવા છોડ વિશે કે જેને ઘરમાં લગાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તો ચાલો જાણીએ એવા છોડ વિશે કે જેને ઘરમાં લગાવવાથી લક્ષ્મી માતાની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.
મની પ્લાન્ટ
કહેવાય છે કે જે ઘરમાં મની પ્લાન્ટ લીલો રહે છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. જો તમારા ઘરમાં હજુ સુધી મની પ્લાન્ટ નથી, તો દિવાળી પહેલા તેને ચોક્કસથી ઘરે લાવો. મની પ્લાન્ટને ધન, સમૃદ્ધિ અને સુખનું પ્રતિક માનવામાં આવે છે.
તુલસીનો છોડ
તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુને પણ ખૂબ પ્રિય છે. જો કે તુલસીનો છોડ દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે, પરંતુ જો તમારા ઘરમાં નથી તો તેને દિવાળી પહેલા ચોક્કસથી લાવો. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દરરોજ તુલસીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આ ઉપરાંત તે ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહે છે.
ક્રેસુલા છોડ
દિવાળી પહેલા તમારે તમારા ઘરમાં ક્રેસુલાનો છોડ જરૂર લગાવવો જોઈએ. તેને જેટ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ છોડ લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. ક્રેસુલા છોડને સંપત્તિ આકર્ષિત કરનાર માનવામાં આવે છે.
સફેદ પલાશનો છોડ
સફેદ પલાશનો છોડ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પલાશનો છોડ દેવી લક્ષ્મીનો પ્રિય માનવામાં આવે છે. તેના ફૂલ ચઢાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. પલાશનો છોડ લગાવવાથી ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી રહેતી. એટલું જ નહીં, એવું કહેવાય છે કે પલાશનું ઝાડ લગાવવાથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.