ઋતુ પ્રમાણે ખાવા-પીવાની આદતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો કે, આપણે ખાવા-પીવાની આ બાબત પર ધ્યાન નથી રાખતા અને પાછળથી હેરાન થઈએ છીએ. આવી સ્થિતિમાં તમે પણ જાણી લે કે, આવનાર ફેબ્રુઆરી મહિનામાં કઈ-કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
ફેબ્રુઆરી મહિનામાં બહુ ઠંડી હોતી નથી. આ સમયગાળા દરમિયાન સવારે અને સાંજે હળવી ઠંડી રહે છે. આવી સ્થિતિમાં, આપણે ખરેખરમાં આપણા ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ કયા ખાદ્ય પદાર્થોનું ખાસ ધ્યાન રાખવું એ પણ ફેબ્રુઆરી મહિનામાં.
તરબૂચ
આજકાલ દરેક જગ્યાએ તરબૂચ જોવા મળે છે. જો કે, તરબૂચ ખાવાનો યોગ્ય સમય મે અને જૂન વચ્ચેનો છે. એવામાં જો તમને શિયાળાની ઋતુમાં તરબૂચ મળી જતું હોય, તો તેનું સેવન ન કરવું. કારણ કે, આવી સિઝનમાં તરબૂચ ખાવું એટલે તમારા પાચનતંત્રને સામેથી બગાડવું.
ડેરી ઉત્પાદનો
ફેબ્રુઆરીની સીઝનમાં ડેરી ઉત્પાદનોનું સેવન શક્ય હોય તેટલું ટાળવું જોઈએ. ફેબ્રુઆરી મહિનામાં ક્યારેક ગરમી લાગે છે, તો ક્યારેક ઠંડી હવે આવી સ્થિતિમાં શરદી અને ઉધરસનું જોખમ પાછું વધારે રહે છે. આ ઋતુમાં દહીં, લસ્સી, છાશ વગેરેનું સેવન ન કરવું જોઈએ, કેમ કે આનાથી કફની સમસ્યા થઈ શકે છે.
જે લોકોની સ્કીન ઓઇલી હોય છે, તેમણે ફેબ્રુઆરી મહિનામાં આ વસ્તુઓ ખાવી ન જોઈએ. વાતાવરણમાં થતા ફેરફારની અસર સ્કીન પર થાય છે અને પછી તે અસર સીધી સ્કીન પર દેખાય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ડેરી પ્રોડક્ટનો ઉપયોગ મર્યાદા પૂરતો કરવો.