પંચાંગ અનુસાર, દરેક મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ચોથ ભગવાન ગણેશને સમર્પિત છે. જેમાં કારતક માસમાં કૃષ્ણ પક્ષની ગણેશ ચોથ ‘વક્રતુંડ સંકષ્ટી ચતુર્થી’ તરીકે ઉજવાય છે. તે 20 ઓક્ટોબર, 2024 ના રોજ ઉજવાશે. આ દિવસે કરવા ચોથ વ્રત પણ રાખવામાં આવે છે. આ દિવસ ભગવાન ગણેશની માતા પાર્વતીને પણ સમર્પિત છે.
આ વર્ષે વક્રતુંડા સંકષ્ટી ચતુર્થીના દિવસે ગજકેસરી રાજયોગ, મહાલક્ષ્મી રાજયોગ, શશ રાજયોગની સાથે સમસપ્તક યોગ અને બુધાદિત્ય યોગનું નિર્માણ પણ થઇ રહ્યું છે. જે એક દુર્લભ જ્યોતિષીય ઘટના છે. જેનાથી 3 રાશિના લોકોના કરિયર, બિઝનેસ અને નોકરીમાં જબરદસ્ત ફાયદો થશે. તે ત્રણ રાશિ કઈ છે તે અહીંયા જાણીશું.
મિથુન
મિથુન રાશિના લોકોને અચાનક આર્થિક લાભ થઈ શકે છે. નવી વ્યવસાયિક ડીલથી લાભ થશે. વેપારમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પગાર વધારો થવાની શક્યતા છે. શિક્ષણ, સમાજ સેવા અને વિજ્ઞાન સાથે સંકળાયેલા લોકોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પુરસ્કાર મળી શકે છે. જૂના દેવાની ભરપાઈ કરી શકશો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા હાંસિલ થશે. ક્રોધ પર નિયંત્રણ કરી શકશો. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે.
સિંહ
સિંહ રાશિના લોકો પર ભગવાન ગણેશની કૃપા રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. નાણાકીય આવક નિશ્ચિત થવાથી જીવનધોરણમાં સુધારો આવશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વેપારમાં ભાગીદારીથી લાભ થશે. કલા, અભિનય અને સાહિત્યના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સન્માન મળી શકે છે. દેવામાંથી મુક્તિ મળી શકે છે. આ દરમિયાન તમારું મન શાંત રહેશે.
ધન
ધન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે. કાર્યસ્થળ પર નોકરીયાત લોકોની મહેનત રંગ લાવશે. વેપારમાં નવા ભાગીદારો મળી શકે છે. દરમિયાન લોન લેવાનું ટાળો. સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકોને તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સારા અવસર મળી શકે છે. પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે. પરિવાર સાથે સમય પસાર કરવાનો અવસર મળશે.