આ વર્ષે દિવાળી પહેલા 20 ઓક્ટોબર 2024ના રોજ મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિના સ્વામી ચંદ્ર અને મંગળ મિત્ર છે, તેથી આ સંક્રમણ 5 રાશિઓ માટે શુભ રહેશે. ચાલો જાણીએ આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે?
1. મેષ
ચંદ્રની રાશિ કર્કમાં મંગળ ગોચરથી મેષ રાશિના જાતકો માટે ઈન્કમના એક્સ્ટ્રા સોર્સ સામે આવશે. નવા કામ અને ઉદ્યોગમાં રોકાણ કરવા માટે આ અનુકૂળ સમય છે. રોકાણથી લાભ થશે તેમજ કામના સ્થળ પર માન-સન્માન વધશે. પરિવારમાં સંબંધો મજબૂત થશે.
2. કર્ક
કર્ક રાશિના જાતકો માટે મંગળ ગોચર અનુકૂળ પરિણામ લઈને આવશે. વેપારમાં વૃદ્ધિ થશે, આવક વધશે. પાર્ટનરશિપમાં લાભ થશે. નોકરીમાં નવી તક મળશે, કરિયરમાં પ્રગતિ થશે. વિદ્યાર્થીઓને કરિયરમાં માર્ગદર્શન મળશે. માતા-પિતાના આશિર્વાદ પ્રાપ્ત થશે.
3. કન્યા
કન્યા રાશિના જાતકો માટે કર્ક રાશિમાં મગળ ગોચરથી સકારાત્મક સાબિત થઈ શકે છે. ઉદ્યોગ-ધંધામાં પ્રોડક્ટની ગુણવત્તામાં સુધારો થશે. ગ્રાહકોની સંખ્યામાં વૃદ્ધિ થશે. બ્રાન્ડની ઓળખ વધશે. માનસિક તણાવ ઓછો થશે. તમે લવ મેરેજ કરી શકો છો. વૈવાહિક જીવન સુખમય રહેશે.
4. સિંહ
કર્ક રાશિમાં મંગળ ગોચરની અસર સિંહ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ વધારશે. નોકરી કરતા લોકો માટે સારો સમય રહેશે. વર્ક પ્લેસ પર કલિગનો સહયોગ મળશે. ધન લાભનો યોગ બની રહ્યો છે. પરિવારની સાથે ફરવા જવાનો યોગ બની રહ્યો છે.
5. ધન
ધન રાશિના જાતકોમાં કર્ક રાશિમાં મંગળ ગોચરની અસરથી સાહસ અને ઉર્જાનો સંચાર થશે. આ સમય તમારા ભાગ્યોદયનો હોય શકે છે. ધન લાભ થઈ શકે છે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે, નવી જવાબદારીઓ મળી શકે છે. ઘરમાં સુખ શાંતિ રહેશે.