1 નવેમ્બરે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ઘર અને કાર્યસ્થળો પર સમૃદ્ધિ માટે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવશે. તેના ઉપરાંત આ દિવસે દાન-પુણ્ય કરવાની પણ પરંપરા છે. જાણો સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે મેષથી લઈને મીન રાશિના જાતકોને કયા કયા ઉપાય કરવાના રહેશે.
1. મેષ
આ દિવાળી લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તેને જોશની સાથે પુરૂ કરવું. કરિયરમાં પ્રગતિના સારા સંકેત છે. લક્ષ્મી પૂજન કરો અને દિવાળીની રાત્રે 11 માળા લક્ષ્મી નારાયણમંત્રના જાપમાં કરો માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે.
2. વૃષભ
સંબંધો મજબૂત બનાવવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો. તેનાથી તમને સંતોષની ભાવના મળશે. રોમેન્ટિક જીવન અને વ્યક્તિગત વિકાસના સારા સંકેત છે. શ્રી યંત્રની પૂજા કરો. મંત્ર જાપથી તેને સિદ્ધ કરો અને દિવાળી પૂજા બાદ તેને મંદિરમાં રાખો. દિવો, મિઠાઈ અને અનાજ ગરીબોમાં દાન કરો.
3. મિથુન
નેટવર્કિંગ અને સંબંધોને મજબૂત કરશે આ સમય. ખાસ કરીને ઘર પર પોતાની વાણીનું ધ્યાન રાખો. ઉત્સવનો સમય છે કઠોરના બનો. મંદિર જાઓ, પૂજાનીને દાન કરો. મંદિરમાં ઘીનો દિવો કરો અને પૂજારીને મિઠાઈ અને સુકા મેવા ચડાવો. પીપળાના ઝાડની પાસે દિવો કરો. માતા લક્ષ્મીની 11 માળાનો જાપ કરો.
4. કર્ક
આ દિવાળી તમને પોતાની અંતરાત્મામાં ઉંડાઈથી જોવા અને વ્યક્તિગત રૂપાંતરણનો અવસર મળશે. ધ્યાન રાખો કે આંતરિક શાંતિ અને સ્પષ્ટતા મળશે. મંત્ર જાપથી ધનમાં વૃદ્ધિ થશે. લક્ષ્મી નારાયણ મંદિર જાઓ, કમળ અને મિઠાઈ ચડાવો, લક્ષ્મી નારાયણ મંત્રનો જાપ કરો. રામ રક્ષા સ્ત્રોત અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. કપૂર અને લવિંગથી હનુમાનજીની આરતી કરો.
5. સિંહ
આ દિવાળી ખરીદી અને પોતાના ઘરને સજાવવાની સમય સારો છે. આ તમારા પ્રયત્નો માટેની ઓળખનો અવસર છે. પડોસિઓને ઉપહાર અને મિઠાઈ આપો. તેનાથી ભાગ્ય વધશે. હનુમાન મંદિરમાં દિવો કરો અને તેમાં ચાર લવિંગ નાખો. મધ્યરાત્રીમાં લક્ષ્મી મંત્રનો ઓછામાં ઓછો 11 માળાનો જાપ કરો.
6. કન્યા
આ દિવાળી આધ્યાત્મિક અભ્યાસ તરફ વળો. ઘર અને મન બન્નેથી અવ્યવસ્થાને દૂર કરવાની સારી તક છે. પરિવારના પ્રત્યેક સદસ્યને ઉપહાર આપો તેનાથી ભાગ્ય વધશે. લક્ષ્મી પૂજા માટે એક સાફ અને પવિત્ર સ્થાન તૈયાર કરો. કર્મચારીઓ અને સેવકોમાં મિઠાઈ અને દિવાની સાથે તેલની બોટલ આપો.
7. તુલા
તુલા રાશિના લોકો માટે સંતુલન અને કન્ફ્યુઝન દિવાળીમાં રહેશે. આ સમય તમને પોતાના સંબંધોને મજબૂત બનાવવાનો અને સંઘર્ષોને દૂર કરવાનો અવસર મળશે. પરિવારની સાથે સંબંધોને ખાસ સુધારો. શનિ મંદિરમાં તેલનું દાન કરો. 40 લવિંગ લઈને લાલ કપડામાં બાંધી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તેને પોતાના કાર્યસ્થળના પ્રવેશ દ્વાર પર બાંધી દો. દિવાળી પૂજા બાદ સ્ફટિક શ્રી યંત્રને લાલ કપડામાં લપેટીને પોતાની તિજોરીમાં મુકો.
8. વૃશ્ચિક
જુની આદતોને છોડવા અને નવા ફેરફારને અપનાવવાનો સમય છે. પોતાના પર ધ્યાન આપો અને પોતાના માટે ખરીદી કરો. મુખ્ય દ્વારને અશોકના પાનથી સજાવો. પોતાના ઘરની બધી નકારાત્મક ઉર્જાને દૂર કરો. પ્રવેશ દ્વારા પર સૂંડ ઉપર કરેલા બે હાથી રાખો અને દરેક ખૂણામાં દિવો કરો.
9. ધન
આ દિવાળી પોતાના નવા વિચારોને પોતાની તરફ નવા અવસરો માટે તૈયાર રહેવાની પ્રેરણા મળશે. જુના સંબંધોથી દૂર થઈ શકો છો પરંતુ નવા સંબંધોનું સ્વાગત કરો. પીળા કે ગોલ્ડન રંગની સજાવટનો ઉપયોગ કરો. પૂજામાં 9 હળદરની ગાંઠ રાખો અને બાદમાં તેને પોતાના લોકરમાં રાખો. મંદિરમાં સાવરણીનું દાન કરો. ગણેશ અને લક્ષ્મીજીની ચાંદીની મૂર્તિ ખરીદો અને તેને પોતાના મંદિરમાં રાખો.
10. મકર
આ દિવાળી પોતાની મહત્વકાંક્ષાઓને સમર્થન આપશો. પોતાના કાર્યસ્થળના દરેક ખૂણામાં દિવો કરો. શેરોમાં રોકાણ સારૂ લાભ આપી શકે છે. દિવામાં તેલ અને લવિંગ નાખીને હનુમાનજીની પૂજા કરો. લક્ષ્મી પૂજામાં ગોમતી ચક્ર શામેલ કરો જેથી આર્થિક લાભ થાય.
11. કુંભ
સામાજીક મેળનો સમય છે. સામુદાયિક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમે ઓનલાઈન વિકાસની યોજના બનાવી રહ્યા છો તો આ સમય યોગ્ય છે. લક્ષ્મી અને ગણેશજીની ચાંદીની મૂર્તિ લઈને પોતાના કાર્યસ્થળના મંદિરમાં રાખો. મંદિરમાં સાવરણીનું દાન કરો.
12. મીન
આ દિવાલી પર આત્મનિરીક્ષણ, ધ્યાન અને પોતાની આંતરિક શાંતિ સાથે જોડાવવાની તરફ આકર્ષિત થશો. પોતાના ઉત્સવમાં પાણીના તત્વોને શામેલ કરો. પીપળાના ઝાડની પાસે સરસવના તેલનો દિવો કરો. શનિ મંદિરમાં તેલનું દાન કરો.