વૈદિક પંચાંગ અનુસાર વર્ષ 2025 ની મહા મહિનાની પૂર્ણિમા 12 ફેબ્રુઆરીએ આવશે. હિન્દુ ધર્મમાં માઘ મહિનાની પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. આ તિથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની આરાધના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ તિથીના દિવસે બુધવાર છે જેનો સ્વામી બુધદેવ છે, જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહ ભગવાન વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે સાથે જ આ દિવસે સૌભાગ્ય ને શોભન એમ બે વિશેષ શુભ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે.
માઘ પૂર્ણિમા ના શુભ યોગની રાશિઓ પર અસર
જ્યોતિષના જણાવ્યા મુજબ માઘ પૂર્ણિમા પર બની રહેલા આ દુર્લભ સંયોગની અસર આમતો દરેક રાશિ પર પડશે પરંતુ 3 રાશિઓના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની ખાસ કૃપા વરસશે. આ 3 રાશિઓના જાતકોને ધન-ધાન્યની પ્રાપ્તિ માટે શુભ અવસર પ્રાપ્ત થશે. રોકાણ કરવા માટે અને સંપતિ ખરીદવા માટે આ સમય ખૂબ અનુકૂળ માનવામાં આવે છે, જે સમય સાથે ખૂબ શુભ ફળ આપશે. તો ચાલો જાણીએ કે કઈ કઈ રાશિઓને ખાસ ઉપાય કરવાથી શ્રી હરિના આશીર્વાદ મળશે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોના બાકી રહેલા કામ પૂર્ણ થશે અને નવી તકો મળશે. નાણાકીય લાભ અને રોકાણથી જબરદસ્ત લાભ થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે અને ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નવો સોદો અથવા મોટો પ્રોજેક્ટ મળશે. કારકિર્દીમાં પ્રમોશન અને માન-સન્માનમાં વધારો થવાની શક્યતા છે.
ઉપાય: આ દિવસે પીળા વસ્ત્રો પહેરો, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને ગરીબોને ભોજન દાન કરો.
કર્ક રાશિ
આ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોતો વિકસિત થતાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં સારા સમાચાર મળશે અને તમારા જીવનસાથીનો સહયોગ વધશે. વિદેશ યાત્રા અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવાની શક્યતા છે. સરકારી કાર્યોમાં સફળતા મળશે અને બાકી યોજનાઓ પૂર્ણ થશે.
ઉપાય: ભગવાન વિષ્ણુનો દૂધમાં તુલસી મિક્સ કરીને અભિષેક કરો, અને જરૂરિયાતમંદોને સફેદ વસ્ત્રો અને ચોખાનું દાન કરો.
કન્યા રાશિ
આ રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં મોટો લાભ થશે. બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ થશે, જેનાથી નાણાકીય મજબૂતી મળશે. લગ્ન યોગ્ય લોકોને સારા સંબંધો મળી શકે છે. તમને તમારા બાળક સંબંધિત કોઈ સારા સમાચાર મળશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમને આધ્યાત્મિક પ્રગતિ અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
ઉપાય: આ દિવસે ભગવાન વિષ્ણુને ખીર અને પીળા ફૂલો અર્પણ કરો અને બ્રાહ્મણને દાન કરો અને ગાયને ચારો ખવડાવો.
ધનુ રાશિ
આ રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં નવી સિદ્ધિઓ મળશે. મુસાફરીથી લાભ થશે અને નવી મિલકત ખરીદવાની શક્યતા છે. આધ્યાત્મિક રસ વધશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. અટવાયેલા પૈસા પાછા મળશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનશે.
ઉપાય: આ દિવસે પીળા ફળો અને કપડાંનું દાન કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો, તમને જલ્દી જ સારા સમાચાર મળશે.
મીન રાશિ
મીન રાશિના જાતિકો માટે નવી નોકરી અને પ્રમોશનનો યોગ બને છે. વેપારમાં લાભ અને ધન-સંપત્તિમાં વૃદ્ધિ થશે. સંતાન પક્ષથી શુભ સમાચાર અને પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે. લગ્ન યોગ્ય જાતિકોને શ્રેષ્ઠ લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. માનસિક શાંતિ અને આધ્યાત્મ તરફ વળશો.
ઉપાય: ભગવાન વિષ્ણુનો કેસર યુક્ત દૂધથી અભિષેક કરો અને ગરીબોને પીળી મીઠાઈનું દાન કરો, તે લાભદાયી રહેશે.