ઝાંસીની એક નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એક વિદ્યાર્થીનીને સંસ્થાનના એક કર્મચારી દ્વારા મોબાઇલ પર અશ્લીલ મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં તેણે હોટેલમાં આવવાની ઓફર કરી હતી. આની સામે ગુસ્સામાં આવેલી વિદ્યાર્થીની ઇન્સ્ટિટ્યૂટ પહોંચી અને તે કર્મચારીને ઝાટકી નાંખ્યો હતો એટલું જ નહીં બાદમાં તેને મારવા પણ લાગી. કર્મચારીને છોકરી ઝાટકી નાંખવાનો અને માર મારવાનો વીડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થયો છે.
વિડિયોમાં કર્મચારીની ઝાટકણી કાઢતી છોકરીની વાતચીત અને મળેલી માહિતી પ્રમાણે, ઝાંસીના એક નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં નર્સિંગની વિદ્યાર્થીની સાથે ત્યાં તૈનાત કર્મચારીએ અશ્લીલ હરકત કરી હતી. વિદ્યાર્થીનીના વિરોધ કરવાને લીધે સ્ટાફે તેની ડિગ્રી બગાડવાની ધમકી આપી હતી. પરંતુ વિદ્યાર્થીનીએ મક્કમ રહેતા તેનો વિરોધ કર્યો અને કર્મચારીને મારતી પણ રહી.
#झांसी
अस्पताल के कर्मचारी ने एक डॉक्टर को मैसेज कर बोला आईए होटल बुक कर मौज मस्ती करते हैं।
महिला सुबह ही अस्पताल पहुंच गई और मैसेज करने वाले कर्मचारी की जमकर मजम्मत की।@Uppolice @brajeshpathakup pic.twitter.com/sC8KYVZcjj— Ashvani Singh (@ashvani_singh1) October 15, 2024
વિદ્યાર્થીનીએ પોલીસને પણ બનાવની માહિતી આપી અને ત્યાં બોલાવ્યા,. ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. વિદ્યાર્થીનીએ પોલીસને આપેલી ફરિયાદમાં કર્મચારી પર અશ્લીલ હરકત અને છેડખાનીનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે કે કર્મચારીએ તેની બીએસસી નર્સિંગની ડિગ્રી બગાડવાની ધમકી આપી હતી.
વાઇરલ વીડિયોમાં વિદ્યાર્થીની કર્મચારીને કહી રહી છે કે તે ઝાંસીની નથી, ચંદીગઢની છે અને ઝાંસીના લોકો પાઠ ભણાવવાનું સારી રીતે જાણે છે.