વાસ્તુ શાસ્ત્રમાં જીવનને સુખ-સમૃદ્ધ બનાવવું હોય તો તેના વિશે અનેક ઉપાય આપેલ છે. જો કે, કોઈ વ્યક્તિની સંપતિમાં અથવા ધનમાં ઘટાડો થાય છે તો સમજી જવું કે તે વ્યક્તિ વાસ્તુ દોષનો શિકાર બની ગયો છે. તો ચાલો જાણીએ કે, એવી કઈ 5 વસ્તુઓ છે જે તમે પૈસાની સાથે ન રાખી શકો.
મોટાભાગના લોકો પૈસા તિજોરીમાં મૂકે છે, જો કે પૈસા મૂકવા ખોટી વસ્તુ નથી પરંતુ ધ્યાન રાખવું કે તિજોરીનો કાચ તૂટેલો ન હોવો જોઈએ અને તિજોરી દક્ષિણ દિશામાં હોવી જોઈએ. જો તમે તિજોરીમાં પૈસા અને દાગીનાની સાથે કોઈ ફ્રી મળેલી વસ્તુ જેવી કે, ઈલેક્ટ્રોનિક ગેજેટ મુકો છો, તો તે તરત જ ત્યાંથી હટાવી દો. કેમ કે, ફ્રીમાં મળેલી વસ્તુને મહેનતની કમાણી ન કહેવાય. આવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થતાં નથી અને તમારી આવકમાં ઘટાડો થાય છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ, ખોટી રીતે કમાયેલ પૈસો ઘરમાં ટકતો નથી. આવું કરવાથી ઘરમાં કંકાશ થાય છે અને ખરાબ સમયની શરૂઆત થાય છે. બીજી બાજુ જો તમે વ્યાજ થકી અથવા ગરીબોને હેરાન કરીને જે પૈસા કમાઈ રહ્યા છો, તો તેને તમારી મહેનતના પૈસાથી એકદમ અલગ રાખો. કેમ કે, આવા પૈસા ન કમાવવા જોઈએ અને જો કમાઈ રહ્યા છો તો સાવચેત થઈ જજો. આનાથી વ્યક્તિની સુખ-શાંતિ દૂર થાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જે પૈસા મહેનતથી કમાયા હોય તો તેની સાથે બંદૂક, ચક્કુ કે તેના જેવા હથિયાર ન રાખો. આ હિંસાત્મક વિચારોને પ્રોત્સાહન આપે છે અને તમારા સમગ્ર કુળનો નાશ થવાના સંકેત રહે છે.