રસ્તા કિનારે એક ગાયે પતિ-પત્નીની રોમેન્ટિક પળને હણી નાખી હતી અને તેમનો મૂડ બગાડી નાખ્યો હતો. હકીકતમાં રસ્તા કિનારે એક પતિ પત્નીને ગજરો ચઢાવી રહ્યો હતો ત્યારે અણધાર્યું બન્યું. હકીકતમાં જેવો પતિ પત્નીને માથાના પાછળના ભાગે ગજરો બાંધી રહ્યો હતો બરાબર ત્યારે વચ્ચે પડેલી જગ્યામાં ગાય આવી હતી.
શું છે વાયરલ વીડિયોમાં?
રસ્તાના કિનારે ઊભેલો એક માણસ તેની પત્નીને મોગરાનો હાર પહેરાવી રહ્યો છે. કોઈ આ સુંદર દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યું છે. જેમ તે ફૂલોની વ્યવસ્થા કરવા જઈ રહ્યો છે ત્યારે પતિ-પત્ની વચ્ચે એક ગાય આવે છે. તેનાથી ગભરાઈને મહિલા આગળ દોડે છે. પેલો માણસ પીછેહઠ કરે છે. ગાય પોતાના રસ્તે જાય છે.
ગાયને ઈર્ષા થઈ-લોકોએ કરી કોમેન્ટ
આ ઘટનાનો વીડિયો વાયરલ થયાં બાદ લોકોએ પણ મજા લૂંટી હતી. એક યૂઝરે કહ્યું કે ગાયને ઈર્ષા થઈ હશે એટલે જ તે વચ્ચે પડી, બીજા લોકોએ પણ આ વીડિયોની મજા લીધી હતી.