જ્યારે પોલીસકર્મીઓ 50 લાખની કિંમતની જપ્ત કરાયેલી દારૂની બોટલોનો નાશ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં લોકોનું ટોળું એકઠું થવા લાગ્યું અને માણસોનું ટોળું મધ પર માખીઓની જેમ આવી ગયું.
આંધ્રપ્રદેશના ગુંટુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના રાજ્યની રાજધાની અમરાવતીથી લગભગ 40 કિલોમીટર દૂર ગુંટુરમાં સોમવારે બની હતી. જ્યારે પોલીસકર્મીઓ 50 લાખની કિંમતની જપ્ત કરાયેલી દારૂની બોટલોનો નાશ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં લોકોનું ટોળું એકઠું થવા લાગ્યું અને માણસોનું ટોળું મધ પર માખીઓની જેમ આવી ગયું.
એનડીટીવીના અહેવાલ મુજબ, આ ઘટના ગુંટુરના એટુકુરુ રોડ પર સ્થિત એક ડમ્પિંગ યાર્ડમાં બની હતી, જ્યાં પોલીસ બુલડોઝરનો ઉપયોગ કરીને જપ્ત કરાયેલ દારૂનો નાશ કરવાની પ્રક્રિયામાં હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓએ દારુની બોટલોનો નાશ કરવા માટે જમીન પર મૂકતા જ લોકો તેનો નાશ કરવા દોડી આવ્યા હતા. કેટલાક લોકો ઘણી બોટલો લઈને ભાગવામાં સફળ રહ્યા હતા, જ્યારે પોલીસકર્મીઓ તેમને રોકવાનો પ્રયાસ કરતા રહ્યા હતા.
પોલીસકર્મીઓ “ઓયે…ઓયે…ઓયે” બૂમો પાડતા હોવા છતાં લોકો દારૂની બોટલો લઈને ભાગી રહ્યા હતા. જો કે, પોલીસે કોઈ પર બળપ્રયોગ કર્યો ન હતો, માત્ર તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને બોટલો પાછી મૂકી હતી. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને દારૂની ચોરી કરનારા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.
Chaos erupted in Guntur, Andhra Pradesh, when a group of drunkards attempted to loot Rs 50 lakh worth of seized liquor while police were in the process of destroying it at a dumping yard on Etukuru Road.
The liquor had been confiscated in various cases, and while the officers… pic.twitter.com/XcG3rEOXQa— Sudhakar Udumula (@sudhakarudumula) September 10, 2024
થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં દારૂ ભરેલી મીની ટ્રક સોન નદીમાં પડી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે શાહડોલ-રેવા રોડ પર સોન નદીના પુલ પરથી ગઈકાલે રાત્રે એક મીની ટ્રક નદીમાં પડી હતી, જેના કારણે ટ્રકમાં રાખેલી દારૂની બોટલો વેરવિખેર થઈ ગઈ હતી. દરમિયાન અનેક વટેમાર્ગુઓએ દારૂની બોટલો લૂંટી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ દારૂ શહડોલથી બિઓહારી જઈ રહ્યો હતો.