ન્યાયના દેવતા શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે અને આ જ કારણ છે કે શનિદેવને કર્મનું ફળ આપનાર કહેવામાં આવે છે. શનિ ગ્રહ દરેક રાશિના લોકોના જીવનને પ્રભાવિત કરે છે અને તે કોઈ માટે શુભ કે અશુભ હોઈ શકે છે. જ્યારે શનિની ગ્રહ ગોચર થાય છે ત્યારે વ્યક્તિને અઢીથી સાડા સાત વર્ષ સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જીવન મોટી મુશ્કેલીઓમાં પસાર થાય છે.
અન્ય ગ્રહોની સરખામણીમાં શનિદેવ કોઈપણ રાશિમાં સૌથી વધુ સમય રહે છે. આ વખતે 15મી નવેમ્બરે શનિ માર્ગી થવાની છે અને એ બાદ શનિદેવ હવે સીધી ચાલ ચાલશે. શનિની સીધી ચાલની અસરને દરેક રાશિ પર થશે. કોઈ રાશિના જાતનોને તેનાથી ફાયદો થશે તો કોઈને ભારે નુકસાન થશે.
શનિદેવ લોકોના સારા અને ખરાબ કર્મોના લેખા-જોખા પોતાની પાસે રાખે છે. જેમના કર્મ ખરાબ હોય છે તેમને ખરાબ સજા, દુઃખ, કષ્ટ આપે છે અને જે લોકો સારું કામ પોતાના જીવનમાં કરે છે તેમની સાથે સદા સારો વ્યવહાર કરે છે. એવામાં શનિ માર્ગીને કારણે અમુક રાશિમાં શનિ વધુ શક્તિશાળી બની જશે અને અમુક રાશીને સૌથી વધુ અસર કરશે.
આ સમયે ખાસ શિવ અને હનુમાનજીની પૂજા કરવાથી શનિ શાંત રહે છે. મંગળવાર અને શનિવારે ભગવાન હનુમાનની પૂજા કરો, આ સાથે જ હનુમાન ચાલીસા અને શનિ ચાલીસાનો પાઠ કરો. સાથે જ આ સમયે ખાસ ગરીબ, વૃદ્ધ અને લાચાર લોકોને ભોજન આપે અને પશુ-પક્ષીઓ માટે અનાજ, લીલો ચારો અને પાણીની વ્યવસ્થા કરો.
માન્યતા છે કે કાળો શ્વાન શનિદેવનું વાહન છે. જો તમને ક્યાંય પણ કોઈ કાળુ શ્વાન દેખાઈ તો તેને કંઈકને કંઈક જરૂર ખવડાવવું જોઈએ. આમ કરવાથી શનિ ગ્રહ દોષથી તરત મુક્તિ મળે છે. આ સિવાય આર્થિક તંગી છે અને દેવામાં ડુબી ગયા છો તો તેનાથી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે કોઈ કાળી ગાયની પૂજા કરો. તેમના માથા પર કંકુથી તિલક કરો. તેને બુંદીના લાડુ ખવડાવો. જલ્દી જ તમારા બધા દેવા સમાપ્ત થઈ જશે.
આ સિવાય શનિવારના દિવસે કાળા કપડા, કાળા તલ, કાળા રંગની છત્રી, કાળી અજદ દાળ, ગોળ, તલ, જુતા, ચંપ્પલ વગેરે વસ્તુઓનું દાન ગરીબો અથવા જરૂરીયાતમંદોને કરો. આમ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે કોઈને ખબર ન પડે, એ રીતે ચુપચાપ આ કાર્ય કરો અને નિઃસ્વાર્થ ભાવે કરો.