3 ઓક્ટોબર ગુરૂવારે શનિ રાહુના નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કરશે અને 27 ડિસેમ્બર સુધી અહીં રહેશે. આ સમય દરમિયાન શનિ વધારે બળવાન થઈ જશે. જેનાથી બધી રાશિઓ પર તેનો પ્રભાવ જોવા મળશે. જાણો કયા રાશિના જાતકોમાં સકારાત્મક અને નકારાત્મક ફેરફાર જોવા મળશે?
મેષ
મેષ રાશિના લોકો માટે શનિદેવના પ્રભાવથી કરિયરમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. નોકરીની તલાશ કરી રહેલા લોકોને યોગ્યતા અનુસાર અવસર મળશે. પૈતૃક વેપારમાં પિતા અને મોટાભાઈનો સહકાર મળશે. ખર્ચ વધી શકે છે. સ્વાસ્થ્યના મામલામાં સતર્ક રહો.
વૃષભ
વૃષભ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે અને યાત્રાના અવસર પણ બનશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં ધન ખર્ચ થશે. ઉચ્ચ શિક્ષા માટે વિદેશ જવાની તક છે. વેપારી વર્ગ માટે આવકના નવા સ્તોત્ર ઉભા થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.
મિથુન
મિથુન રાશિના લોકો પર કાર્યસ્થળ અને પરિવારમાં દબાણ વધી શકે છે. જવાબદારીઓમાં વૃદ્ધિથી માનસિક તણાવ વધી શકે છે. કરિયરમાં ફેરફાર થશે. જેને બેમને સ્વીકાર કરવો પડી શકે છે. વેપારી વર્ગને સાવધાની રાખવાની રહેશે.
કર્ક
કર્ક રાશિના લોકોએ જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવું પડશે. ન્યાયિક મામલામાં રાહત મળવાની સંભાવના છે. નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. ભાગીદારીમાં કરેલા કામથી તમને સારો નફો કમાવવાનો સંકેત છે. શનિની ઢૈય્યામાં થોડી રાહત મળી શકે છે. જેનાથી માનસિક શાંતિ મશે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે.
સિંહ
સિંહ રાશિના લોકો માટે નવી જવાબદારીઓની સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી ભુમિકા અને દાયિત્વ વધી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ વધી શકે છે. માટે સતર્ક રહેવું જરૂરી છે. આર્થિક દ્રષ્ટિથી ખર્ચામાં વૃદ્ધિ થઈ શકે છે. જેમાં પહેલાથી જ બચાયેલુ ધન પણ ખર્ચ કરવું પડી શકે છે. દાંપત્ય જીવનમાં મતભેદો આવી શકે છે. માટે સંબંધોમાં કોમ્યુનિકેશન બનાવી રાખવું જરૂરી છે.
કન્યા
શનિના નક્ષત્ર પરિવર્તનથી તમને દેવામાંથી મુક્તિ મળશે. વેપારી વર્ગને યાત્રા કરવાથી લાભ થશે. બીજા શહેર જવાથી રોજગારમાં વૃદ્ધિ થઈ શકે છે. પારિવારિક મામલે જોઈએ તો આ સમય તમારા માટે મિક્સ રહેશે. જીવસાથી અને સંતાનની સાથે તાલમેલમાં કમી આવી શકે છે. સ્વાસ્થ્યમાં બેદરકારી ન રાખો. કારણ કે આ ગંભીર હાઈ શકે છે.
તુલા
તુલા રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ રહેશે. યાત્રાઓનો યોગ બની રહ્યો છે. જે તમારા મટે લાભકારક સાબિત થઈ શકે છે. જો તમે કોઈ પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ સંકેત આપે છે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે અને વિવાહ માટે પણ સમય શુભ રહેશે. નવા સંબંધો બંધાઈ શકે છે અથવા તો વિવાહ સંબંધી ચર્ચા આગળ વધી શકે છે. કુલ મળીને આ સમય ઉન્નતિ અને સમૃદ્ધિ લાવશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકો માટે આ આત્મમંથનનો સમય હશે. જ્ઞાન અર્જિત કરવાનો આ યોગ્ય સમય છે. માટે નવા કૌશલ કે શિક્ષાની તરફ ધ્યાન આપો. સંયમ રાખો કારણ કે ઉતાવળમાં કરેલા નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખાસ કરીને નિયમિત તપાસ અને સ્વસ્થ્ય દિનચર્યા અપનાવવાની જરૂર છે. આર્થિક મોર્ચા પર તમારા સામાન અને સંપત્તિની દેખરેખ પર ધ્યાન આપો. જેથી બિનજરૂરી ખર્ચ ન થાય.
ધન
ધન રાશિના લોકોને સકારાત્મક પ્રભાવ જોવા મળશે. કરિયરમાં પરિવર્તનના સંકેત છે. જે તમારા માટે નવા અવસરના દ્વાર ખોલી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને ખાસ લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. જેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. તમારા નેમ અને ફેમમાં પણ વૃદ્ધિ થશે. જેનાથી સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠા વધશે. સુખ-સાધનોની પ્રાપ્તિ થશે અને જીવનની ભૌતિક સુવિધાઓનો ભરપૂર આનંદ લેવાનો સમય છે.
મકર
મકર રાશિના લોકોના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર થશે. તમારા કાર્યોમાં તેજી આવશે અને નવા કામની શરૂઆત થવાના સંકેત છે. જોબ અને રોજગારના અવસરમાં વૃદ્ધિ થશે. જેનાથી કરિયરમાં ફેરફાર થવાની સાથે સાથે વેપારમાં પણ ગ્રોથ થશે. ધનનું આગમન થશે. જેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને ભવિષ્યના નવા રસ્તા ખુલશે. તમારી સફળતાના કારણે ઈર્ષાળુ લોકોની સંખ્યા વધશે.
કુંભ
કુંભ રાશિના લોકોને કામકાજમાં વૃદ્ધિ થશે અને નવા અવસર પ્રાપ્ત થશે. સામાજીક કાર્યોમાં રૂચિ વધશે. જેનાથી તમે જરૂરીયાતમંદોની મદદ કરી શકશો. આ સમય તમને વધારે વહેવારિક થઈને કામ કરવાના સંકેત આપે છે. જેનાથી નિર્ણય અને કાર્ય વધારે સફળ થશે. યાત્રાથી પણ લાભ થશે. જે તમારા કરિયર કે વેપારને નવી દિશા આપી શકે છે.
મીન
મીન રાશિના લોકો માટે નવા કામની શરૂઆતનો સમય છે. જો તમે આ યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ છે. આવક માટે સમય સારો છે અને ધનનું આગમન થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. માનસિક સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે નિયમિત વ્યાયામ કરો. મોર્નિંગ વોક કરવાથી પણ લાભ થશે.