ઇન્ટરનેટ પર અવારનવાર અજીબોગરીબ વીડિયો વાયરલ થતાં રહે છે. જેમાં લોકો વાહનો સાથે પણ વિવિધ પ્રકારના પ્રયોગો કરતા રહે છે. ક્યારેક સાઈકલની ઉપર, ક્યારેક બાઈક પર અથવા અમુક વખત કાર પર એક્સપરિમેન્ટ કરતા રહેતા હોય છે. આવો જ વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. જેને જોઈને લોકો મોમાં આંગળી નાખતા થઈ ગયા છે.
આ વીડિયોને rahulkatshev38 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં રોડ પર એક થ્રી-વ્હીલર દેખાય છે. આ વાહન આગળથી કાર અને પાછળથી ઓટો રિક્ષા જેવું લાગે છે. આ વાહનને ઝીબ્રા જેવો કાળો અને સફેદ રંગ કરવામાં આવ્યો છે. સામે બે સીટો દેખાય છે. આ સિવાય તેમાં સ્ટીયરીંગ પણ લગાવેલ છે. આ વાહનના આગળના ભાગમાં બે પૈડા અને પાછળના ભાગમાં એક પૈડું લગાવેલ છે.
લોકોએ શું કહ્યું?
આ વીડિયો પર લોકો લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ વરસાવી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું હતું કે, “કોવિડ બેચના એન્જિનિયરો” તો બીજાએ પણ મજાકના અંદાજમાં લખ્યું હતું કે,”જ્યારે MR. Bean ઓટોમોબાઈલ લાઈનમાં આવે ત્યારે”. તો અન્ય એકે લખ્યું હતું કે, “તે રિક્ષા નથી, 2 સીટર કાર છે જેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જે તમને ઝડપથી એરપોર્ટ પર લઈ જશે. હું તે ચલાવું છું. આની કંપની પુણેમાં આવેલી છે.”