બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે મેટાલિક લૂકમાં જોવા મળી. જુઓ તસવીરો.
1. અનન્યા પાંડેનો ગ્લેમરસ લુક
ચંકી પાંડેની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ પોતાના ગ્લેમરસ લુકથી બધાને પ્રભાવિત કરી દીધા છે. તેણે એવો ડ્રેસ પહેર્યો છે જેણે સોશિયલ મીડિયા પર પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે. ચાલો જોઈએ અનન્યા પાંડેના દરેક ફોટો, જેમાં તેણે શાનદાર પોઝ આપ્યા છે.
2. અનન્યા પાંડેએ શેર કર્યું ફોટોશૂટ
અનન્યા પાંડેએ આ ફોટોશૂટ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ તસવીરોમાં તે મેટાલિક મરમેઇડ જેવી દેખાઈ રહી છે. આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “મેટાલિક મરમેઇડ.”
3. અનન્યા પાંડેનો લુક
અનન્યા પાંડેના લૂક વિશે વાત કરીએ તો, તે સ્ટાઇલિશ સ્પાર્કલિંગ મેટાલિક બ્રાલેટ અને સ્કર્ટ સેટ પહેરેલી જોવા મળે છે. હાલમાં જ તે એક ઈવેન્ટમાં ગઈ હતી જેમાં તે આ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.
4. બાર્બી ડોલ જેવી દેખાઈ અનન્યા પાંડે
અનન્યા પાંડેનો લૂક લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. એક ચાહકે લખ્યું, ‘હોટી. એકદમ બાર્બી ડોલ જેવી દેખાઈ રહી છે. તો અન્ય યુઝરે લખ્યું, “આ આઉટફિટ શાનદાર છે, આંખનો મેકઅપ અદભૂત છે.”
5. બોલિવૂડમાં કરિયરની શરૂઆત
અનન્યા પાંડેએ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે પતિ પત્ની ઔર વો, ડ્રીમગર્લ જેવી ફિલ્મોમાં કામ કર્યું. તાજેતરમાં તેણે OTTમાં એન્ટ્રી કરી છે. કૉલ મી બે અને Ctrl જેવી ફિલ્મોમાં જોવા મળી.
6. જોવા મળશે અક્ષય કુમાર સાથે
તાજેતરમાં અનન્યા પાંડેની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે તે અક્ષય કુમાર અને આર માધવન સાથે જોવા મળશે. તે કરણ જોહરની ફિલ્મમાં પણ અક્ષય કુમાર સાથે જોવા મળવાની છે, જે સી. શંકરન નાયરના જીવન પરથી પ્રેરિત છે.