હિંદુ કેલેન્ડર મુજબ 12 મહિનામાં કેટલાક મહિના એવા છે, જે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસથી માઘ મહિનો શરૂ થશે. માઘ મહિનામાં લગ્ન, મુંડન, પવિત્ર દોરો, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્ય શરૂ થાય છે.
માઘ માસમાં સ્નાન, દાન અને પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ વર્ષે માઘ 14મી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે અને 12મી ફેબ્રુઆરીએ પૂરી થશે. તો ચાલો જોઈએ કે, શું કરવું અને શું ન કરવું.
માઘ મહિનામાં શું કરવુંઃ
જ્યોતિષ અનુસાર માઘ મહિનામાં દરરોજ ગંગા સ્નાન કરવું જોઈએ. જો વ્યક્તિ ગંગામાં સ્નાન કરવા સક્ષમ ન હોય તો નજીકની નદી અથવા તળાવમાં સ્નાન કરો. જો તમે નદીઓ અને તળાવમાં જઈ શકતા નથી, તો તમારે ગંગા જળ અને તલ મિક્સ કરવું અને ઘરના જ વાસણમાં તે પાણીને રાખવું. ત્યારબાદ એ પાણીથી સ્નાન કરવું જોઈએ. આ પછી ભગવાન સૂર્યને જળ ચઢાવો.
માઘ મહિનાના દરેક દિવસે ભગવાન વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ. જીવનની તમામ પરેશાનીનો અંત આવશે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. માઘ માસ દરમિયાન તલનું સેવન કરો, તલનું દાન કરો અને ભગવાનને તલ અર્પણ કરો. જો તમે આમ કરશો તો તમને માઘ સ્નાનનો પૂરો લાભ મળશે.
માઘ મહિનામાં ન કરો આ કામો
જ્યોતિષ અનુસાર માઘ મહિનામાં સ્નાન કર્યા બાદ તેલનો ઉપયોગ ન કરો. શાકભાજીમાં મૂળાનો ઉપયોગ બિલકુલ ન કરવો. તામસિક ખોરાક, દારુ વગેરેનું સેવન ન કરવું. આવું કરવાથી જીવન પર નકારાત્મક અસર પડી શકે છે.