રીલ બનવા માટે લોકો કઈ પણ કરવા માટે તૈયાર હોય છે. એવા ઘણા વિડીયો સામે આવ્યા છે, જેમાં લોકો જીવને જોખમમાં મૂકીને પણ રીલ બનાવતા હોય છે. ઘણા લોકો પર પોલીસ કાર્યવાહી પણ કરી છે, પરંતુ જ્યારે યનિફોર્મવાળાને જ રીલ બનાવતા લોકોથી બચીને ભાગવું પડે તો શું કરવું. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એ સંભવત: મુંજબ આંબેડકર પાર્કમાં ડાન્સ કરી રહી છે. જોકે આ સ્પષ્ટ નથી કે વિડીયો લખનઉનો છે કે નોયડાનો. છોકરી ડાન્સ કરીને રીલ બનાવી રહી છે. તે એવી જગ્યાએ ડાન્સ કરી રહી છે કે વિડીયો રેકોર્ડ કરવા પર પોલીસ દેખાય.
શું છે વિડીયોમાં?
છોકરીએ જ્યારે રીલ બનાવવાનું શરૂ કર્યું તો પોલીસવાળાની નજર પડી. તે ત્યાંથી દૂર જવા લાગ્યો. આના પછી છોકરી પણ પોલીસવાળાની પાછળ જતી રહી. છોકરી ત્યાં જઈને નાચવા લાગી કે જ્યાં રેકોર્ડિંગ કરતા પોલીસવાળો દેખાય. વિડીયો જોતાં સ્પષ્ટ જોઈ શકાય છે કે છોકરી જાણીજોઇને વિડીયોમાં પોલીસવાળાને બતાવવા ઇચ્છતી હતી, કારણ કે જે ગીત પર તે રીલ બનાવી રહી હતી તેમાં પોલીસની વાત થઈ રહી હતી.
हाहा, लगता है दीवान जी को सस्पेंड करवा के ही मानेंगी ये मोहतरमा.. बेचारे रील से बचने की भरपूर कोशिश कर रहे लेकिन पीली साड़ी वाली पीछा ही नहीं छोड़ रहीं.. वीडियो अंबेडकर पार्क का लग रहा है. शायद लखनऊ या फिर नोएडा!! pic.twitter.com/wS9vODATnf
— Vivek K. Tripathi (@meevkt) October 24, 2024
વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહયો કે અને તેના પર લોકો રીએક્શન આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક યૂઝરે લખ્યું કે આ લોકો સસ્પેન્ડ કરાવીને જ માનશે. તો બીજાએ લખ્યું કે સાર્વજનિક સ્થળો પર રીલ બનાવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. એકે લખ્યું કે દિવાન જીને ખબર નથી કે તેમની પીઠ પાછળ શું ચાલી રહ્યું છે.
એક અન્ય સોશિયલ મીડિયા પર યુઝરે લખ્યું કે Reels બનાવવા માટે લોકો અત્યારે કઈ પણ કરી રહ્યા છે. બહુ શરમજનક વાત છે, બેચરા ગાર્ડ સાહેબ આવી રીતે બદનામ થશે. એકે લખ્યું છે કે આ નાચતી મહિલા સામે સરકારી કામમાં અડચણ ઊભી કરવા માટે કાર્યવાહી થઈ શકે છે. એકે લખ્યું કે મને લાગે છે કે આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.