ધન અને વૈભવના કારક ગ્રહ ગણાતા શુક્રએ 25 ડિસેમ્બર 2024ના રોજ કુંભ રાશિમાં ગોચર કર્યું હતું જ્યાં પહેલેથી જ ન્યાયના કારક શનિ બિરાજમાન છે જેની સાથે મળીને યુતિ બનાવી છે. જો કે શનિ આ વર્ષે માર્ચમાં મીન રાશિમાં ગોચર કરશે ત્યારે એ પહેલા શુક્ર અને શનિની યુતિથી ઘણી રાશિઓના જાતકોને સફળતા અને ભાગ્યનો સાથ મળશે. શુક્ર કુંભ રાશિમાં 28 જાન્યુઆરી 2025 સુધી રહેશે ત્યારે ચાલો જાણીએ આ યુતિનો કઈ રાશિ પર કેવો પ્રભાવ પડશે.
મેષ રાશિના જાતકોને આર્થિક લાભ થશે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થશે. આવકના નવા સ્તોત્ર ઊભા થશે. સંતાનની ઉન્નતિ થશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.
વૃષભ રાશિના જાતકોને નોકરી કે વેપારમાં કામનો બોજ વધી શકે છે. કાર્ય સ્થળે સફળતા મળશે, માન-સન્માનમાં વધારો થશે. આર્થિક ઉન્નતિ થશે. વર્તમાન સમયમાં ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન આવશે. ભાગ્યનો સાથ મળશે.
મિથુન રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. અચાનક આર્થિક લાભ થવાની શક્યતા છે. નાની-મોટી યાત્રાનું આયોજન થઈ શકે છે. ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. નાના ભાઈ-બહેન અથવા સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.
કર્ક રાશિના જાતકો નવા કામમાં રોકાણ કરી શકે છે. નવી ખરીદીના યોગ બને છે. ઘરમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે. વધુ ખર્ચ થઈ શકે છે. દરેક કાર્યમાં સતર્કતા અને સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી.
સિંહ રાશિના જાતકોને નવા સંબંધો અને નવી પાર્ટનરશિપ થવાના યોગ છે. જૂની સમસ્યાનો અંત આવશે. પરિવારમાં જૂની વાતોનું પુનરાવર્તન થઈ શકે છે. જૂન મિત્રો કે સંબંધીઓ સાથે સુખદ મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અને વિવાદોથી દૂર રહેવું.
કન્યા રાશિના જાતકો માટે શુભ અને અશુભ બંને પ્રકરણો સમય રહેશે. વિવાદોથી દૂર રહેવું. દેવું અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો અંત આવશે. પરિવારમાં માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. નવા કાર્યનું આયોજન થાય.
તુલા રાશિના જાતકોને આર્થિક લાભ થશે. અટકેલાં કામ પ્રગતિ થશે. જૂન કાર્યોમાં સફળતા મળશે. પરિવારમાં માંગલિક કાર્યો થવાની સંભાવના છે. ઘરમાં નાના મોટા ખર્ચાઓ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિના જાતકોને નવું ખરીદવાના યોગ બને છે. સ્વાસ્થ્ય સંબંધી કે ઘરમાં ખર્ચ થઈ શકે છે. પરિવારની જવાબદારી વધશે તો નવા કાર્યનું શરૂઆત પણ થઈ શકે છે.
ધન રાશિના જાતકોને આર્થિક સમસ્યાનો અંત આવશે. ઘરમાં સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે. વિવાદોનો અંત આવશે. નવા સંબંધ-સંપર્ક બનશે. મિત્ર વર્ગથી લાભ થશે.
મકર રાશિના જાતકો માટે લાભદાયી પરિવર્તન થશે. તેમના માન-સન્માનમાં અને કાર્યમાં સફળતા મળશે. પરિવારમાં માંગલિક કાર્યો કે સારા સમાચાર આવી શકે છે. આર્થિક લાભની સંભાવના છે.
કુંભ રાશિના જાતકોની સાડાસાતી ચાલી રહી છે છતાં તેમણે મહત્ત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મળશે. જૂના કામ માટે પ્રસંશા તથા પુરસ્કાર મળશે. નવી જગ્યાએ યાત્રાના યોગ બનશે. મોટો આર્થિક લાભ થાય તેમ છે.
મીન રાશિના જાતકો માટે શુભ અને અશુભ સમય રહેશે. પરિવારમાં નાના મોટા ખર્ચા થવાની સંભાવના છે. નવું સાહસ કે મોટા રોકાણ કે અન્ય જોખમમાં સતર્કતા રાખવી જરૂરી.