28 ડિસેમ્બરે શુક્ર મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષમાં શુક્રને ભૌતિક સુખ, વૈવાહિક સુખ, ભોગ-વિલાસ, કળા, પ્રતિભા, સૌંદર્ય, રોમાન્સ, કામ-વાસના અને ફેશન-ડિઝાઇનિંગના કારક ગ્રહ છે. શુક્ર વૃષ અને તુલા રાશિના સ્વામી છે અને મીન આની ઉચ્ચ રાશિ છે, જ્યારે કન્યા આની નીચ રાશિ છે.
1. જ્યોતિષશાસ્ત્ર
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની ચાલ બદળવાથી દરેક રાશિ પર પ્રભાવ પડે છે. જ્યોતિષ ગણના અનુસાર શુક્રમાં મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી અમુક રાશિ વાળાને લાભ થશે અને અમુક રાશિઓને સાવધાન રહેવાની જરૂર છે.
2. મેષ રાશિ
કાર્યો પ્રતિ ઉત્સાહ રહેશે, પરંતુ વાતચીતમાં સંતુલિત રહેવું. ધાર્મિક કાર્યો તરફ ઝુકાવ વધશે. માતાનો સહયોગ મળશે. માતાથી ધન મળશે. કોઈ મિત્રનું આગમન થઈ શકે છે. બૌદ્ધિક કર્યોથી ધર્નાજન થશે, નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે.
3. મિથુન રાશિ
ધંધાના વિસ્તારની યોજના સાકાર થશે. ભાઈઓનો સહયોગ મળશે પરંતુ કામ વધુ રહેશે. પરિવારમાં માંગલિક કર્યો થશે. ગિફ્ટ્સ પણ મળી શકે છે. નોકરીમાં પરિવર્તન સાથે બીજી જગ્યાએ પણ જવું પડી શકે છે. ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં ફાયદો થશે. માતાનું સાનિધ્ય મળશે, વાહન સુખમાં વધારો થશે.
4. સિંહ રાશિ
આત્મવિશ્વાસ ભરપૂર રહેશો, પરંતુ સાથે આત્મસંયમ રહેશે. પરિવારની સુખ સુવિધામાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન શક્ય છે. કામ વધારે રહેશે. માતાનું સાનિધ્ય અને સહયોગ મળશે. લાભમાં વૃદ્ધિની સંભાવના છે.
5. ધનુ રાશિ
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે, અભ્યાસમાં રસ રહેશે. નોકરીમાં પરિવર્તનની સંભાવના છે, કોઈ બીજા સ્થળે પણ જવું પડી શકે છે. ભાઈઓનો સહયોગ મળશે. ધાર્મિક કાર્યોમાં સામેલ થવાની તક મળશે. દાંપત્ય જીવનમાં સુખનો અનુભવ થશે.