રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે બાંગ્લાદેશની ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ કરી છે. હવે સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ બાંગ્લાદેશના સામે 3 મેચોની ટી20 સીરિઝ રમશે.
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝ પૂરી થઈ ગઈ છે. ભારતે આ બન્ને મેચ પોતાના નામે કરી હતી. હવે બન્ને ટીમોની વચ્ચે ટી20 સીરિઝની શરૂઆત 6 ઓક્ટોબરથી થશે. તેના પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
Captain Rohit Sharma and World Cup winning team is coming next week on The Kapil Sharma Show.
Desperately waiting for this episode 😭 pic.twitter.com/ytx8mgxKFr
— Aditya (@iamAdi45_) September 29, 2024
‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના બીજા સીઝનનો પ્રોમો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા ખેલાડીઓ સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ શોના એક પ્રોમોમાં રોહિત શર્માને એક પ્રશ્ન પુછવામાં આવે છે જે તેમની ભુલવાની ફેમસ આદત સાથે જોડાયેલો છે. આ સવાલ સાંભળતા જ દર્શકો હસવું નથી રોકી શકતા.
રોહિતે જણાવ્યું કોણ છે ટીમ ઈન્ડિયાનો ગજની?
આ એપિસોડમાં અર્ચના પુરણ સિંહે રોહિતને પુછ્યું, “ટીમ ઈન્ડિયાનો ગજની કોણ છે?” આ સવાલ સાંભળતાની સાથે જ બધા ખેલાડીઓ હસવા લાગે છે અને દર્શકો પણ હસવા લાગે છે. રોહિત શર્મા હસતા હસતા જવાબ આપે છે. “આ મારૂ અસલી ટાઈટલ છે.”