“મા તે મા બીજા બધા વન વગડાના વા” આ કહેવત માત્ર માણસો પર જ નહીં પર પ્રાણીઓ પર પણ લાગૂ પડે છે. કેમ કે મા તેના બાળકો માટે ગમે તે કરી શકે છે. માતા ચાહે માણસ હોય કે પ્રાણી. અમે તમને આ વાત એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે સોશિયલ મીડીયામાં એને લાગતો એક વીડિયો વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સિંહણ તેના બચ્ચાંને પાણીમાંથી બહાર કાઢી રહી છે. જ્યારે સિંહણ તેના બચ્ચાં સાથે ફરી રહી હોય છે ત્યારે તેનું બચ્ચું પાણીમાં પડી જાય છે. જેથી સિંહણ ખૂબ પરેશાન થઈ જાય છે. કેમ કે તેનું બચ્ચું પાણીમાંથી ઘણા પ્રયાસો કરવા છતાં બહાર નથી નીકળી શકતું.
A lion pushes its child without knowing it is water pic.twitter.com/eiM6bTkpU4
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) October 23, 2024
આથી પરેશાન થયેલી સિંહણ તેના બચ્ચાંને બહાર કાઢવા તળાવ પાસે જાય છે. તેનું બચ્ચું પાણીમાં વલખાં મારી રહ્યું હોય છે. છેલ્લે સિંહણ ઘણા પ્રયાસ બાદ તેના બચ્ચાંને મોઢાથી પકડી બહાર કાઢવામાં સફળ થાય છે.